સમગ્ર રાજ્યમાંથી 5,097 વિદ્યાર્થીને સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવશે તારીખ 16 ફેબ્રુઆરીએ નેશનલ મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરાશે - At This Time

સમગ્ર રાજ્યમાંથી 5,097 વિદ્યાર્થીને સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવશે તારીખ 16 ફેબ્રુઆરીએ નેશનલ મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરાશે


સમગ્ર રાજ્યમાંથી 5,097 વિદ્યાર્થીને સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવશે તારીખ 16 ફેબ્રુઆરીએ નેશનલ મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરાશે

રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) નામની યોજના ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી અમલમાં મૂકવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના પરીક્ષા બોર્ડ દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા.1 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે તેમ ભાવનગરના ડીઈઓ હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું છે. ઓનલાઇન પરીક્ષા ફી ભરવાનો સમય ગાળો પહેલી જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી રહેશે.

પરીક્ષા બાદ જિલ્લા વાર કેટેગરી નિયત ક્વોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને દર મહિને ₹1,000 લેખે અને વાર્ષિક ₹12,000 મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ગુજરાત રાજ્ય માટે કુલ ક્વોટા 5,097 વિદ્યાર્થીઓનો છે. શિષ્યવૃત્તિની રકમની ચુકવણી શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર ફ્રેશ અને રિન્યુઅલ એપ્લિકેશન કરવાથી તથા તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારી દ્વારા નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર વેરિફાઇડ કર્યા બાદ સીધી લાભાર્થી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થશે. નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ની સૂચનાઓ મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. જો કોઈ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરી સ્કોલરશીપ મેળવે તો તેની જવાબદારી ઉમેદવારની રહેશે તેમ ડીઇઓ કચેરીના બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે ડોક્યુમેન્ટ નું વેરિફિકેશન કરવામાં આવતું નથી શિષ્યવૃત્તિની બાબતમાં રાજ્ય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહીં જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળા લોકલ બોડી શાળાઓ તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.

રાજ્યની ખાનગી શાળાઓમાં અથવા કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ પરીક્ષા આપવા માટે લાયક ગણાશે નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.