પ્રધાન ટોડલમલે બનાવેલ દેશી રજવાડા વખત ના કાયદો તો દૂર નમૂના પણ બદલાવી શક્યા નથી કાયદા ઓ બને છે સારા માટે પણ પુરવાર થાય છે નઠારા વારંવાર ઉભી થતી સમસ્યા ઓમાં દોષ બંધારણ નો નહીં પણ અમલ કરતા ઓનો છે
પ્રધાન ટોડલમલે બનાવેલ જમીન મહેસુલ નો
દેશી રજવાડા વખત નો કાયદો તો દૂર નમૂના પણ બદલાવી શક્યા નથી
કાયદા ઓ બને છે સારા માટે પણ પુરવાર થાય છે નઠારા
વારંવાર ઉભી થતી સમસ્યા ઓમાં દોષ બંધારણ નો નહીં પણ અમલ કરતા ઓનો છે
દેશ માં નીતિ નિર્ધારકો સારી નીતિ ઓ બનાવે તેનો સુવ્યસ્થિત અમલ કરાવે તે સારી વાત છે પણ વારંવાર નીતિ ઓ નિયમો બદલવી એ નબળા શાસન ની નિશાની કહેવાય દેશ માં આઝાદી પહેલા ના દેશી રજવાડા વખતો રેવન્યુ કાયદો પ્રધાન ટોડલમલજી એ તૈયાર કર્યો તેની કલમો તો દૂર પણ રેવન્યુ ઉતારા ઓની ડિઝાઇન પણ અંગ્રેજો કે આઝાદી પછી ની સરકારો બદલવી શકી નથી
વારંવાર ઉભી થતી સમસ્યા ઓમાં દોષ બંધારણ નો નહિ પણ અમલ કરતા ઓનો છે ભૂંડા ભાયડા ની બાયડી સૌની ભાભી જેવી વાત છે
સમગ્ર દેશ માં જેની જરૂર છે અને ખૂબ પીડા ભોગવતા કરોડો દેશીવાસી ઓના વિશાળ હિત માં રેન્ટ એક્ટ માં સુધારો લેબર લો માં સુધારો એકતરફી અને અન્યાયી કાયદા ધ ફ્રોમ વિમેન ડોમેસ્ટિક વાયોલિન એક્ટ મોટર વહિકલ એક્ટ નામ કે કલમો બદલવા થી માર્ગ અકસ્માતો ઘટશે છે ? નીતિ કરતા નિયતિ સાફ હોવી જોઈ એ કડક કાયદા ઓ તો પાડોશી પાકિસ્તાન માં પણ છે કડક કાયદા હોવા છતાં અપરાધ ક્યાં ઘટે છે ? કાયદા કરતા પણ કાયદો વ્યવસ્થા નો અહેસાસ જરૂરી કોઈ મોટી ઘટના દુર્ઘટના બંને એટલે કાયદો નીતિ ઓ નિયમો બદલી દેવા ની વાતો પાડા ના વાંકે પખાલી ને ડામ દેવાની પ્રથા આઝાદી વખત થી ચાલી આવે છે તેમાં કોણ ના કહી શકે ? અત્યારે તો કાયદા માં પણ પહેલા ફાયદો જોવાય છે દેશ ના બંધારણ માં દરેક કાયદા ઓ નીતિ ઓ નિયમો એટલા દુરંદેશી પૂર્વક ના બનાવ્યા છે પંચાયત અધિનયમ ૧૯૯૩ થી પંચાયતો કાયદા થી સ્થાપિત અધિકારો આપ્યા છે દેશ નું કોઈ ગામડું દબાણ વગર નું બાકી છે ? પંચાયત ને મળેલ અધિકારો નો ઉપીયોગ ક્યાં કરે છે કોઈ આગેવાન સરપંચ ? જે તે કાયદો જે તે તંત્ર ના અમલી કરણ માં મુકાય તે તંત્ર માટે દુજણી ગાય સમાન બની રહે છે ઉચ્ચઅંતરશુદ્ધિ વાળા તંત્ર ની જરૂર માહિતી અધિનયમ ૨૦૦૫ બન્યો પણ અમલ થાય છે ખરો ? અન્ન સુરક્ષા ધારો બન્યો અમલ થાય છે ખરો ? ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ ગ્રાહકો લૂંટાતા કે ચેતરતા બંધ થયા ? સર્ટી ફિકેશન ઓફ ટેગ ક્વોલિટી કન્ટ્રોલ ભેળ છેળ બંધ થઈ ? બિયારણ અધિનયમ તોલમાપ વિજ્ઞાન પર્યાવરણ અધિનિયમ પ્રદુષણ નિયત્રણ અધિનિયમ એનિમલ એક્ટ વીજ અધિનિયમ ૨૦૦૩ ટર્મિનેટ પ્રેગનેટ એક્ટ ૧૯૭૨ ભૃણહત્યા ઓ બંધ થઈ ? નશાબંધી અબકારી નારકોટિક એક્ટ વ્યસનો રોકી શક્યા ખરા ? મનીલેન્ડર એક્ટ શાહુકાર ધારો ધીરાધાર વ્યાજખોરો ને રોકી શક્યા ખરા ? રખડતા ઢોર મુદ્દે સંશોધન કાયદો આંદોલન થતા પડતો મુક્યો જૂનો કાયદો ઢોર ના ડબ્બા ના નિયમ પૂરતા જ છે આવા તો નાના મોટા હજારો હયાત કાયદા પર્યાપ્ત અને કાફી છે પણ તંત્ર ભ્રષ્ટ છે તેનું શું ? કાયદો બદલવા થી શુ ?નિયતિ બદલો ગામ શહેર ના સ્મારકો ધરોહરો ના નામ બદલવા ની સાથે કાયદા ના નામો બદલી દેવા થી શુ ફેર પડવાનો બંધારણ દ્વારા બક્ષેલ અધિકારો નો સુવ્યવસ્થિત અમલ કરાય તો જગત નો સૌથી આદર્શ દેશ બની શકે આગ લાગે ત્યારે કૂવો ખોડવા ની રીત સમસ્યા ઉભી થાય ત્યારે વણ જોઈતી વ્યવસ્થા કરવી એ નબળાઈ ની નિશાની છે દેશ માં ત્રણ કૃષિ કાયદા પડતા મુક્યા તે માંગણી વગર શાસકો ને પોતા ને અનુકૂળ નીતિ બનાવવાની રીત ચૂંટણી બોન્ડ જે સર્વોચ્ચ અદાલતે ગેર બંધારણીય ઠેરવ્યા એ પરોઠ પગલાં કહેવાય ટેક્નોસેવી નેટવર્ક નો અમલ ડીઝીટલ ઇન્ડિયા બહુહેતુક છે પણ તેને સંલગ્ન તંત્ર ક્યાં ? સાયબર ક્રાઈમ ની વધતી સમસ્યા સામે તંત્ર પાંગળું ડિજિટલ ખીચ્ચા કાતરું તંત્ર થી પણ આગળ રહે છે તેનું શું ?
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.