ગઢડા શહેરમાં રિવરફ્રન્ટ પુલ પર રેલિંગ લગાવવા અંગે સ્થાનિકો દ્વારા માંગ કરાઈ
ગઢડા શહેરમાં રિવરફ્રન્ટ પુલ પર રેલિંગ લગાવવા અંગે સ્થાનિકો દ્વારા માંગ કરાઈ આ અંગે ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે ગઢડા શહેરમાં આવેલ આ રિવરફ્રન્ટ પૂલ પસાર થઈ રહ્યો છે. આ પુલ ઉપરથી અવારનવાર અનેક લોકો પસાર થતા હોય છે. આ ફૂલની બંને બાજુ રેલિંગ નથી નાખવામાં આવી તેના કારણે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે અગાઉ પણ આ પ્રકારના અકસ્માતો થઈ ચૂક્યા છે જેથી કરીને તાત્કાલિક ધોરણે નગરપાલિકા તંત્ર કુંભકર્ણોની નિંદ્રમાંથી જાગી રેલિંગનું કામગીરી કરે અને અહીંયા કરનાર અકસ્માતો અટકાવે...
આ અંગે જાગૃત નાગરિકે જણાવ્યું અહીંયા જે આ પૂર આવેલો છે તેના પર રેલિંગ અને સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તેમજ અહીંયા નદીમાં અવારનવાર પશુઓ તેમજ માણસોના ટુ વ્હીલરો પડી ગયા ના બનાવો પણ બની ચૂક્યા છે. જેથી કરીને રેલિંગ કરવામાં આવે જેથી કરીને કોઈ પણ વ્યક્તિનો જીવ જોખમમાં ન જાય. જેથી કરીને તાત્કાલિક ધોરણે આ રિવરફ્રન્ટ પર તાત્કાલિક રેલિંગ બનાવવામાં આવી અને સ્ટ્રીટ લાઈટ પણ નાખવામાં આવે.
રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી ગઢડા સ્વા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
