સાબરકાંઠા જિલ્લામાં-: "મેરી કહાની,મેરી જુબાની" વિકસિત ભારત સંકલ્પ યાત્રા*પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મળ્યુ પોતાના સપનાનું ઘર-લાભાર્થી મથુરભાઈ ચૌહાણ*...... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: “મેરી કહાની,મેરી જુબાની” વિકસિત ભારત સંકલ્પ યાત્રા*પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મળ્યુ પોતાના સપનાનું ઘર-લાભાર્થી મથુરભાઈ ચૌહાણ*……


સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના હડિયોલ ગામના મથુરભાઈ હાથીભાઈ ચૌહાણ ને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ થકી પોતાનું પાકું મકાન બનાવી આજે ત્યાં રહેતા ખૂબ જ હર્ષ અનુભવતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

મથુરભાઈ ચૌહાણ જણાવે છે કે તેઓ અગાઉ કાચા ઘરમાં પોતાના બાળકો સાથે રહેતા હતા.ત્યારે ખૂબ તકલીફ પડતી હતી. ઘર કાચુ હોવાના કારણે ચોમાસામાં વરસાદ નું પાણી ઘરમાં ટપકતું હતું..

શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી પડતા પતરાની છત નીચે બેસવું પણ ગમતું નહોતું. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકુ મકાન બનાવવું શક્ય બન્યું છે.પાકું મકાન બનાવી પરિવાર સાથે શાંતિથી જીવીએ છીએ.પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા માટે તેઓએ સરકારનો આભાર માન્યો હતો.

આબીદઅલી ભૂરા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.