વિરપુર તાલુકાના રળીયાતા ગામે પાણીના પ્રશ્નને લઈને મુખ્યમંત્રી સહિતના અધીકારીઓને રજુઆત કરાઈ... - At This Time

વિરપુર તાલુકાના રળીયાતા ગામે પાણીના પ્રશ્નને લઈને મુખ્યમંત્રી સહિતના અધીકારીઓને રજુઆત કરાઈ…


મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના કાસોડી ગ્રામ પંચાયતમાં આવેલ રળીયાતા ગામે છેલ્લા એક માસથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નહીં કરતા આખરે ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રી સહિતના અધીકારીઓને રજુઆત કરી છે ત્યારે રળીયાતા ગામે હાલમાં પીવાનું પાણી આવે છે તે પણ પીવા લાયક ન હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે અહીંયા લાખો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન પાઈપલાઇન નાખવામાં આવી છે પણ સ્થાનીક ગ્રામ પંચાયત અન આવડતના લીધે ગામ સુધી પાણી પહોંચ્યું નથી અત્યારે હાલ ગામના રીંગબોર માંથી પીવાનું પાણી મળે છે જે પાણી પીવા લાયક નથી જેનાથી ગ્રામજનોમાં પથરી અને પાણીજન્ય રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ શકે છે ત્યારે રળીયાતા ગ્રામજનોની લાગણી સાથે માંગણી છે કે આવનાર દિવસોમાં પાણીની સમસ્યાનો હલ કરવામાં આવે અને શક્ય હોય તો ગામનાજ કુવામાથી રળીયાતા ગામને પીવાનું પાણી પૂરું પાડવામાં તેવા ઉમદા આશય લઈને સમગ્ર ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રી સહિત પાણી પુરવઠા યોજના અને મહિસાગર જીલ્લા કલેકટર સહિતના અધીકારીઓને લેખીત રજુઆત કરાઈ છે....

હનીફભાઇ શેખ પાણી પુરવઠા વિભાગ અધીકારી..
વિરપુર પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખો રૂપિયા ખર્ચીને નવીન પાઈપલાઈન કરી ગામ સુધી પહોંચાડી છે આ પ્રશ્ન ગામની અંદરની સમસ્યાનો છે તેનું નિરાકરણ ગામની પાણી સમિતિ અથવા વાસ્મો મારફતે નિરાકરણ કરવાનું થાય છે ખેરોલી જૂથ યોજનાનું પાણી હાલ સંપમાં ચાલુ છે ગામની આંતરિક ખામીને કારણે પાણી પુરવઠાનુ વિતરણ થતુ નથી..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.