ધંધુકા તાલુકાની ખડોળ શ્રી વાળા એલ આર હાઈસ્કૂલ ખાતે દિગ્વિજય દિવસ ની ઉજવણી કરાઈ.
ધંધુકા તાલુકાની ખડોળ શ્રી વાળા એલ આર હાઈસ્કૂલ ખાતે દિગ્વિજય દિવસ ની ઉજવણી કરાઈ.
11મી સપ્ટેમ્બર 1893 ના રોજ અમેરિકા ની શિકાગો યુનિવર્સિટી માં એક ધર્મ પરિષદમાં પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજીએ આપેલા અદભુત વક્તવ્યને કારણે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર વિશ્વવિખ્યાત બન્યા ત્યારથી આ દિવસ વર્તમાન સરકાર દ્વારા દિગ્વિજય દિવસ તરીકે ઉજવાય છે ,,આ સંદર્ભમાં ધંધુકા તાલુકાની શ્રી વાળા એલ આર હાઈસ્કૂલ ખડોળમાં,, સ્વામી વિવેકાનંદ યુવક મંડળ બોર્ડના ભરત સોલંકી કેળવણી જિલ્લા મહા મંડળના ઉપ પ્રમુખ શ્રી ભાષ્કરભાઈ પટેલ અને આચાર્યશ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ તથા શિક્ષકો શ્રી ના સહયોગથી સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર વિશે ની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું,, આ સંદર્ભે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ હાજરી આપી પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની જીવન ગાથા માંથી પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
રીપોર્ટર : સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.