"ઉના ગીરગઢડા પંથકમાં ભારે પવન સાથે ગીર નજીકના અનેક ગામોમાં મેઘરાજાની પધરામણી... - At This Time

“ઉના ગીરગઢડા પંથકમાં ભારે પવન સાથે ગીર નજીકના અનેક ગામોમાં મેઘરાજાની પધરામણી…


"ઉના ગીરગઢડા પંથકમાં ભારે પવન સાથે ગીર નજીકના અનેક ગામોમાં મેઘરાજાની પધરામણી...

ઉના ગીરગઢડા પંથકમાં અસહ્ય ઉકલાટ અને તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ઉના ગીરગઢડા તેમજ ગીર પંથકમાં ભારે પવન સાથે ક્યાંક છાંટા તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપરથી પાણી ચાલતા થયા હતા.

ઉના, ગીરગઢડામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. તેમજ ગીર પંથક નજીકના ગામો તુલસીશ્યામ, ધોકડવા, જશાધાર, નિતલી વડલી, મોતિસર, બેડીયા, ચીખલકુબા, જસાધાર, નગડીયા સહિત ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આમ આજે અમુક ગામડાઓમાં મેઘરાજાની પધરામણી થતા વાતાવરણના ઠંડક પ્રસરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.