ગોધરા- પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલસિંહ જાદવે બાજી મારી, મતદારોનો આભાર માન્યો, પંચમહાલ ને નવી વિકાસની ઉચાઈ પર લઈ જવાની નેમ વ્યકત કરી - At This Time

ગોધરા- પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલસિંહ જાદવે બાજી મારી, મતદારોનો આભાર માન્યો, પંચમહાલ ને નવી વિકાસની ઉચાઈ પર લઈ જવાની નેમ વ્યકત કરી


ગોધરા
પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવનો ભવ્ય વિજય થયો છે.કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણનો કારમો પરાજય થયો છે. ભાજપાના મધ્યસ્થ કાર્યાલય ખાતે શુભકામનાઓ પાઠવી હતી. કોગ્રેસના કાર્યકરોમા ગમનો માહોલ જોવા મળ્યો હતો.

પંચમહાલ લોકસભા બેઠક માટે આજે ગોધરા પાસે આવેલી નસીરપુર સરકારી ઈજનેરી કોલેજ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્તની હાજરીમા મતગણતરી હાથ ધરાઈ હતી. પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમની મતગણતરી હાથ ધરવામા આવી હતી. શરુઆતી વલણોમા ભાજપે મજબુત પકડ બનાવી હતી, પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલસિંહ જાદવને બહુમતી મળતા જતા કાર્યકરોમા ખુશીની લાગણી જોવા મળી હતી. ગોધરા ખાતે આવેલા મધ્યસ્થ કાર્યાલય ખાતે એકત્ર થયા હતા.જ્યા રાજપાલસિંહ જાદવને અભિનંદન પાઠવામા આવ્યા હતા. રાજપાલ સિંહ જાદવે પાચ લાખની વધુ લીડ મેળવતા તેમની જીત હવે નિશ્ચિત મનાઈ રહી છે. તેમને જણાવ્યુ હતુ કે ફોર્મ ભરતી વખતે જે રીતે મને મતદારોનો સપોર્ટ મળ્યો હતો. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. પંચમહાલના પ્રભારી જણાવ્યુ હતુ કે પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલસિંહ જાદવ પાંચ લાખ મતોથી વિજય આપવા બદલુ આભારી છુ. અમારા કાર્યકરોએ પણ મહેનત કરી છે તેમનો પણ વિજય છે. મતદાર ભાઈઓ બહેનોનો વિશ્વાસ અપાવુ છુ કે પંચમહાલની વિકાસની નવી ઉચાઈ ને સર કરવા માટે આગળ વધશે.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.