રામવનનું સંચાલન ખાનગી એજન્સીને સોંપવા ટેન્ડર થયા
સિક્યુરિટીથી માંડી ફૂડ કોર્ટ અને રસ્તાઓની સફાઈ પણ સામેલ
રાજકોટ શહેરમાં નિર્માણ પામેલા દેશના પ્રથમ રામવન અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટનું સંચાલન ખાનગી એજન્સીને સોંપવા માટે ઈ-ટેન્ડર કરાયા છે. છેલ્લા ઘણા સમયથી સંચાલન સોંપવા અંગેની શરતો નક્કી થઈ રહી હતી અને તે માટે પ્રિ-બિડ બેઠકો પણ બોલાવાઈ હતી. આખરે આ મામલે એક સંરચના નક્કી થઈ જતા ટેન્ડર કરાયું છે જેની આખરી તારીખ 28-12 છે. રામવન પ્રોજેક્ટ 3 વર્ષ માટે ખાનગી એજન્સીને સોંપવામાં આવશે જેમાં ટિકિટ બારી, સિક્યુરિટી, ઈ-વ્હિકલ, રોડ અને ઓફિસની સફાઈ, ફૂડ કોર્ટનું સંચાલન અને ટોઈલેટ બ્લોકની સફાઈ સહિતની બાબતોનો સમાવેશ કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.