સરવા ની શ્રી સરકારી હાઇસ્કૂલ ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

સરવા ની શ્રી સરકારી હાઇસ્કૂલ ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું


(રિપોર્ટ ચેતન ચૌહાણ બોટાદ)
બોટાદ તાલુકા ના સરવા ગામે આવેલ શ્રી સરકારી હાઇસ્કૂલ ખાતે ધો 9 અને ધો 11 ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમ માં મુખ્ય મેહમાન બી.એમ .ગોલંધરા,લાયઝન અધિકારી વિજયભાઈ જમોડ,સંકલન અધિકારી દિનેશ ભાઈ ધાંધલ્યા ,જિલ્લા પંચાયત ના સભ્ય અણિયાળીયા દયાબેન તાલુકા પંચાયત ન્યાય સમિતિ ના ચેરમેન સુમિતભાઈ પરમાર શાળાના Smdc ના સભ્ય ભરતભાઈ પરમાર , વેરશિભાઇ સાંબડ તથા અન્ય મહેમાનો અને ગ્રામ જનોની ઉપસ્થિતિથી કાર્યક્રમ શોભાયમાન રહ્યું .કાર્યક્રમ માં ધો 9 અને 11 ના બાળકોને પાઠ્ય પુસ્તક તથા સરકારશ્રી તરફથી મળેલ અન્ય સાહિત્ય નું વિતરણ કરવામાં આવ્યું.શાળાના ના આચાર્ય કિર્તિબેન પટેલ તથા સમગ્ર શાળા ટીમ ના અથાગ પરિશ્રમથી પ્રવેશોત્સવ કાર્યક્રમ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.