હોસ્પિટલમાં 64 ICU અને 36 ઓકિસજન બેડ તૈયાર,તબીબ-નર્સિંગ સ્ટાફ સ્ટેન્ડ ટુ,RMCએ 31stની તમામ પાર્ટીઓ રદ કરી
ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની ગઈ છે. પરંતુ રાજકોટ અને જેતપુરમાં કોરોના કેસ આવતા રાજકોટ જિલ્લામાં ફફડાટ મચી જવા પામ્યો છે. ચીનમાં કોરોનાના ખતરનાક ઓમિક્રોનના સબ-વેરિયન્ટના કેસો જે રીતે આવી રહ્યા છે. તેને પગલે રાજકોટ જિલ્લામાં 2 કેસ નોંધાયા છે.જેમાં રાજકોટ શહેરમાં એક યુવતી અને જેતપુરમાં એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આઇસોલેશન સહિતની કવાયત હાથ ધરવામાં આવી છે અને બંનેના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. હાલ વધી રહેલા કોરોનાના કેસને પગલે રાજકોટ મનપા દ્વારા 31 ડિસેમ્બરની તમામ પાર્ટીઓ રદ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.