ભાડા ના મકાન માં ભગીરથ કાર્ય મનોદિવ્યાંગો ને સાચવતી “સાંપ્રત” એંયુકેશન ટ્રસ્ટ ની સેવા ને ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ ૫૧ હજાર ની ભેટ આપી
ભાડા ના મકાન માં ભગીરથ કાર્ય મનોદિવ્યાંગો ને સાચવતી "સાંપ્રત" એંયુકેશન ટ્રસ્ટ ની સેવા ને ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ ૫૧ હજાર ની ભેટ આપી
વડોદરા ના તરસાલી વિસ્તાર માં ભાડા ના મકાન માં ભગીરથ કાર્ય ચલાવતી અતિ ગંભીર મનોદિવ્યાંગો ને સાચવતી "સાંપ્રત" એજ્યુકેશન ટ્રસ્ટ ની સેવા થી પ્રભાવિત થતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ શુભેચ્છા મુલાકાત લીધી મૂળ જૂનાગઢ ના વિજાપુર ના "સાંપ્રત" એંયુકેશન ટ્રસ્ટ ના મોભી મહેન્દ્રભાઈ દ્વારા એક માસ પૂર્વે જ વડોદરા ખાતે શહેર પોલિસ કમિશનર નરસિંહમાં તોમર સમાજ કલ્યાણ અધિકારી મંયક ત્રિવેદી ની ઉપસ્થિતિ માં સ્થાપેલ શાખા માં અતિ ગંભીર મનોદિવ્યાંગો નું લાલન પાલન અને કુદરત સહજ જીવન તરફ દોરી જવા ના અભિગમ સાથે હળવા હુન્નર કૌશલ્ય ની તાલીમ સાથે કર્મ ના માર્ગે વાળવાના નું વંદનીય કાર્ય નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા સાંપ્રત સંસ્થા ને રૂપિયા ૫૧૦૦૦ હજાર નું અનુદાન આપી સુંદર સદેશ આપ્યો હતો ભાડા ના મકાન માં ભગીરથ કાર્ય કરતી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ના ઉમદા વિચાર ને અનેક સુધી પહોંચાડવા બહોળો સેવક વર્ગ ધરાવતા સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ હદય સ્પર્શી અપીલ કરતા જણાવ્યું હતું કે ફૂલ નહિ તો પાંખડી આવી વંદનીય સેવા પ્રવૃત્તિ ને મદદ કરી ભાગ્યશાળી બનો ની શીખ આપી હતી શાકભાજી સૂકો અલ્પહાર અનાજ કઠોળ કરિયાણું રકોડ રકમ કે દ્રવ્ય દાન આપી શકાય પરિવાર માં આવતા સારા નરહા પ્રસંગો ની અહીં મદદ કરી અનોખી રીતે ઉજવી શકાય તેવી સુંદર વાત કરી હતી અને ખૂબ સમય સુધી મનોદિવ્યાંગ બાળકો સાથે વિતાવ્યો હતો બાળકો સાથે પતંગોત્સવ માં વિનોદ વૃત્તિ કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.