રાજકોટ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં ઝોન કક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ.
રાજકોટ શહેર તા.૬/૧/૨૦૨૫ ના રોજ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત વિવિધ રમતોની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત આજથી રાજકોટ રેસકોર્સના એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં ઝોન કક્ષાની વિવિધ સ્પર્ધાઓનો જુસ્સાભર્યા માહોલમાં પ્રારંભ થયો છે. આજે એથેટીક્સમાં ૩૦ મીટરથી લઈને ૩૦૦૦ મીટર સુધીની વિવિધ અંતરની દોડની સ્પર્ધાઓ, ઉપરાંત સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ઊંચી કુદ, લાંબી કુદ તેમજ ગોળા ફેંક, ચક્ર ફેક તથા બરછી ફેકની સ્પર્ધાઓમાં વિવિધ ખેલાડીઓએ ઝુકાવ્યું હતું. આજે રાજકોટ ઝોન-૧ તથા ઝોન-૨ના તમામ વય જૂથના ખેલાડીઓ વચ્ચે રસાકસીભરી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓ દરમિયાન વાલીઓ તેમજ નાગરિકોએ ચિયર્સ અપ સાથે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.