બોટાદ ગોપાલ નગર વિસ્તારમાં શેરી ગરબા મહોત્સવ જામ્યો
બોટાદ ગોપાલ નગર વિસ્તારમાં શેરી ગરબા મહોત્સવ જામ્યો.
બોટાદ ખાતે તુરખારોડ ગોપાલ નગર નામનો વિસ્તાર આવેલ છે.આ શેરી ગરબામાં આ વિસ્તારના બહેનો તથા નાની બાલિકાઓ ઉમંગથી,આનંદમય વાતાવરણમાં માતાજીના ગરબે ઘૂમે છે આ વિસ્તારમાં ગરબાનું આયોજન કરવામાં આવતુહોય જેથી આવિસ્તારની આજુબાજુના વિસ્તારના બહેનો પણ ગરબા રમવા આવે છે.આ તુરખારોડ ગોપાલનગરમાં ગરબે રમવામાટે કોઈપણ જાતનો ચાર્જ કે ફી લેવામાં આવતી નથી.જેથી અહીં તુરખારોડ ગોપાલનગર વિસ્તારના તેમજ તેની આજુબાજુના વિસ્તારના બહેનો અને બાલિકાઓ ગરબા રમવા આવે છે.અને બોટાદની જનતા ગરબા મહોત્સવ જોવા માટે ઉમટી પડે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.