કરીમનગરના મશહૂર શેફ ડી યદમ્મા દેશના વડાપ્રધાનને કરાવશે તેલંગાણાના ભોજનનો આસ્વાદ - At This Time

કરીમનગરના મશહૂર શેફ ડી યદમ્મા દેશના વડાપ્રધાનને કરાવશે તેલંગાણાના ભોજનનો આસ્વાદ


- યદમ્માના કહેવા પ્રમાણે તેમને 3 જુલાઈ માટે ભોજન તૈયાર કરવા કહેવામાં આવ્યું છે અને આ માટે તેમણે પહેલી જુલાઈએ હોટેલ પહોંચવાનું છેહૈદરાબાદ, તા. 30 જૂન 2022, ગુરૂવાર આગામી 2 અને 3 જુલાઈના રોજ હૈદરાબાદ ખાતે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજાવાની છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સહભાગી બનશે. તે દરમિયાન તેમને તેલંગાણાના વિવિધ પ્રકારના વ્યંજનો પીરસવામાં આવે તેવી શક્યતા છે. આ માટે ખાસ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. કરીમનગરના પ્રખ્યાત 'શેફ' બનાવશે ભોજનરાજ્યના ભાજપના નેતાઓએ બેઠકમાં સહભાગી બનનારા અતિ વિશિષ્ટ લોકોના ભોજનની વ્યવસ્થા કરવા માટે કરીમનગરના ડી. યદમ્મા પર મંજૂરીની મહોર મારી છે. હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર (એચઆઈસીસી) ખાતે આયોજિત થનારી બેઠકમાં સામેલ થનારા નેતાઓના ભોજનની વ્યવસ્થા ડી. યદમ્મા સંભાળશે. મેં કદી વિચાર્યું પણ નહોતું કે...યદમ્માના કહેવા પ્રમાણે તેમણે પોતાના જીવનમાં કદી પણ નહોતું વિચાર્યું કે, તેઓ દેશના વડાપ્રધાન માટે ભોજન તૈયાર કરશે. વધુમાં જણાવ્યું કે, 'હું આ વાત પર વિશ્વાસ નથી કરી શકતી. મને ખૂબ જ આનંદ છે કે, મોદી સર મારા દ્વારા તૈયાર કરવામાં આવેલા ભોજનનો સ્વાદ લેવાના છે. હું એ સુનિશ્ચિત કરીશ કે, મોદી સર અમારા તેલંગાણાના વ્યંજનોને પસંદ કરે.'પહેલી જુલાઈએ જ હોટેલ પહોંચવું પડશેયદમ્માના કહેવા પ્રમાણે તેમને 3 જુલાઈ માટે ભોજન તૈયાર કરવા કહેવામાં આવ્યું છે અને આ માટે તેમણે પહેલી જુલાઈએ હોટેલ પહોંચવાનું છે. ભાજપના તેલંગાણા એકમના પ્રમુખ બંદી સંજય કુમારે યદમ્માને આ માટે આમંત્રણ આપ્યું હતું. 25-30 વ્યંજનો તૈયાર કરવામાં આવશેયદમ્મા વડાપ્રધાન મોદી સહિતના મહેમાનો માટે ગંગાવેલ્લી મમિદકાયા પાપ્પૂ, મુડ્ડા પાપ્પૂ, સર્વ પિંડી, સક્કિનાલ, બેંદાકાયા ફ્રાય, બુરેલુ અને બેલમ પરમાનમ (મીઠાઈ) જેવા તેલંગાણાના આશરે 25-30 જેટલા વ્યંજનો તૈયાર કરશે. યદમ્મા છેલ્લા 3 દશકાથી તેલંગાણાના પરંપરાગત વ્યંજનો બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો દીકરો જી વેંકટેશ્વર આ કામમાં તેમની મદદ કરે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.