વીરપુર દેસાઈ સી એમ હાઈસ્કૂલના સૌવચાલયમાં અસહ્ય ગંદકી..
લોકસભાના પૂર્વ સાંસદ સભ્ય ની ગ્રાન્ટમાંથી બનાવેલ સૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ...
મહીસાગર જિલ્લના વીરપુરમાં આવેલ દેસાઈ સી એમ હાઈસ્કૂલ ચોકમાં પૂર્વ સંસદ સભ્ય દ્વારા ૧,૫૦૦૦૦/ એક લાખ પચાસ હજારની માતબર રકમ સૌચાલય માટે ફાળવવામાં આવી છે ત્યારે આ સૌચાલયમાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. એક તરફ સરકાર દ્વારા સ્વછતા અભિયાન ના નામે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ શિક્ષણના બોધ -પાઠ આપનારી શાળામાં ગંદકી ખદબદી રહી છે. આ દેસાઈ સી એમ હાઈસ્કૂલ માં આ પ્રકારની ગંદકી જોઈ અનેક લોકોના મનમાં સવાલ પેદા થવા પામ્યું છે કે શું આ પ્રકારનું શિક્ષણ દેસાઈ સી એમ હાઈસ્કૂલમાં બાળકોને આપવામાં આવતું હશે તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. વીરપુર દેસાઈ સી એમ હાઈસ્કૂલ માં આવેલ સૌવચાલય માં અસહ્ય ગંદકીને કારણે વિધાર્થીઓ ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પણ બિચારા નિર્દોષ બાળકો ફરિયાદ કરે તો કોને કરે?? ચોમાસાની ઋતુ માં ગંદકીથી ખદ બદતા સૌચાલય મચ્છરજન્ય રોગોને નોતરે અને મેલેરિયા ના ભરડામાં આવે તો નવાઈ નહિ...
આચાર્ય-ડી. એચ. પટેલ
ચાર દિવસ પહેલા સફાઈ કરાવી છે અને સફાઈ વારાને કહેલ છે પરંતુ સફાઈ વારો આવતો નથી અને હવે પેલા જેવું નથી હવે તો ચાર ચાર દિવસે સફાઈ કરાવામાં આવે છે ચોમાસા અને સઁખ્યાને કારણે સામાન્ય અગવડતા રહે છે પણ કરાવી દેવામાં આવશે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.