ઘર કંકાસથી કંટાળી વૃદ્વે ઉંદર મારવાની દવા પી લીધી - At This Time

ઘર કંકાસથી કંટાળી વૃદ્વે ઉંદર મારવાની દવા પી લીધી


શહેરનાં મોરબી રોડ જુના જકાતનાકા પાસે રહેતાં વૃદ્ધે ઘર કંકાસથી કંટાળી ઉંદર મારવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ વૃદ્ધ સારવાર હેઠળ છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રોડ જુના જકાતનાકા પાસે રહેતાં સતારભાઈ કાસમભાઈ ભાડુલા (ઉ.વ.60) નામનાં વૃદ્ધે ગઈ કાલ સાંજના સાત વાગ્યાની આસપાસ પોતાનાં ઘરે ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
વૃદ્ધને ઉલ્ટી થતા તેના પરિવારને જાણ થતાં તાકિદે વૃદ્ધને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ છે. વૃદ્ધ હાલ નિવૃત જીવન જીવે છે. તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ઘર કંકાસથી કંટાળી વૃદ્ધે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળેલ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image