સુરેન્દ્રનગર ખાતે રેન્જ આઇજીની ઉપસ્થિતિમાં ઉદ્યોગપતિઓ વેપારીઓ સાથે બેઠક યોજાઇ. - At This Time

સુરેન્દ્રનગર ખાતે રેન્જ આઇજીની ઉપસ્થિતિમાં ઉદ્યોગપતિઓ વેપારીઓ સાથે બેઠક યોજાઇ.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર પોલીસ હેડકવાટર ખાતે રેન્જ આઇજીની હાજરીમાં ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી બેઠકમાં પોલીસની ઓપીડી 24 કલાક ચાલુ હોય છે જેથી કોઇ ધમકી કે ખંડણી માંગતા હોય તો તાત્કાલીક પોલીસને જાણ કરવા રેન્જ આઈજીએ ટકોર કરી હતી તેની સાથે સુરેન્દ્રનગર થાનગઢ ફાટકની ટ્રાફીક સમસ્યા માટે કાયમી ઉકેલ માટે કામગીરી ચાલુ હોવાનુ જણાવી રાત્રિ પેટ્રોલિંગ વધારવાની પણ ખાતરી આપી હતી સુરેન્દ્રનગર શહેર જિલ્લાના વેપારીઓ શાંતિથી વેપાર ધંધા કરી શકે એ માટે રેન્જ આઇજી અશોક યાદવે પોલીસ હેડકવાટરમાં બેઠક યોજી હતી જેમાં સૌપ્રથમ જણાવેલ કે જિલ્લામાં પહેલા લુખ્ખા તત્વોનું રાજ હતું એવી છાપ હતી પરંતુ હવે પોલીસ તમારી સાથે છે આ ઉપરાંત તમામ ધંધાના સ્થળે કામ કરનારાના પોલીસ વેરીફીકેશન કરવા, સાયબર ક્રાઇમ અટકાવવા માટે કોઇને પણ ખાનગી માહિતી ન આપવી કારણ સરકાર કોઇ વ્યકિતની ખાનગી માહિતી માંગતી નથી આ બેઠકમાં હોટલ એસોસિયેશનના પ્રમુખ યુવરાજસિંહ મોરી, વેપારી પ્રમુખ ધર્મેન્દ્રભાઇ શાહ, સંજયભાઇ સોની, ભાવીનભાઇ કાવેટીયા સહિત અનેક વેપારીઓ હાજર રહયા હતા શહેરમાં અને થાનગઢ ફાટકે ટ્રાફીક સમસ્યા હલ કરવા, રીવરફ્રન્ટ ઉપર પોલીસ ચોકી બનાવવા, સીસીટીવી લગાવવા સાથે રતનપર સહિતના વિસ્તારમાં નાઇટ પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માગણી કરાઈ હતી પોલીસ વડા ગીરીશ પંડયાએ જણાવેલ કે હાલ સાયબર ક્રાઇમનો લોકો સતત ભોગ બની રહયા છે ત્યારે આ ગુના અટકે લોકો ભોગ ન બને એ માટેની તમામ પ્રકારની માહિતી આપવા અને જાગૃતી લાવવા વેપારીઓ લોકો સાથે સાયબર એક્સપર્ટ પીએસઆઇ શિબિર યોજીને માર્ગદર્શન આપશે તેમજ શહેરના રીવરફ્રન્ટ ઉપર પાલિકા જગ્યા આપશે ત્યાં પોલીસ ચોકી બનાવીશું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.