બોટાદ જિલ્લામા 18 થી 23 નવેમ્બર દરમિયાન રંગોળી, ચિત્ર સ્પર્ધા, રેલી, નાટક સહિતના કાર્યક્રમોનો આયોજન શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે
મતદારયાદીમા નવા મતદારોની મહત્તમ નોંધણી થાય અને જરૂરી સુધારા-વધારા માટે લોકોને માર્ગદર્શિત કરવા બોટાદ જિલ્લામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું*
(અજય ચૌહાણ દ્વારા)
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન લાયકાત ધરાવતા મહત્તમ નવા મતદારોની નોંધણી થાય અને જે લોકો મતદારયાદીમાંની તેમની વિગતોમાં સુધારા-વધારા કરાવવા ઇચ્છે છે તેમને આ કાર્યક્રમ તથા આ માટે નક્કી કરવામાં આવેલા ખાસ ઝુંબેશના દિવસોની જાણકારી મળી રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સુચનાઓ મુજબ SVEEP અંતર્ગત મતદાર જાગૃતિ અંગેની પ્રવૃતિઓ હાથ ધરવામા આવી છે. તેમજ SVEEP અંતર્ગત હાથ ધરવાની વિવિધ પ્રવૃતિઓ માટે SSR SVEEP Plan તૈયાર કરવામાં આવ્યા છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં SVEEP અંતર્ગત જુદી જુદી પ્રવૃતિઓ યોજાઈ રહી છે.
બોટાદ જિલ્લામા નવા મતદારોની મહત્તમ નોંધણી થાય અને મતદારયાદીમા કરવાના નવા સુધારા-વધારા કરવા માટે લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અને શહેરની વિવિધ શાળાઓમાં તા. 18 નવેમ્બરથી 23 નવેમ્બર સુધીના દિવસોમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, સાયકલ રેલી, શેરી નાટક જેમાં વિવિધ શાળાઓના બાળકો પોતાના પરિવારોને તેમજ ગ્રામજનોને જાગૃત કરી રહ્યા છે.
0000000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.