બારકોડવાળી મતદાર માહિતી સ્લિપ આપવાનું ચાલુ થયું, 23 લાખ છપાઈ - At This Time

બારકોડવાળી મતદાર માહિતી સ્લિપ આપવાનું ચાલુ થયું, 23 લાખ છપાઈ


સ્લિપની પાછળ મતદાન મથકનું ગૂગલ લોકેશન પણ અપાશે

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને મતદાન મથક માહિતી સ્લિપ આપવાની કામગીરીનો આરંભ કર્યો છે. 23 લાખથી વધુ સ્લિપનું વિતરણ બીએલઓ દ્વારા કરાશે સૌથી મહત્ત્વની વાત છે કે આ વખતે બારકોડેડ સ્લિપ હશે.

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્રએ 2307237 મતદાર માહિતી સ્લિપ છાપી છે અને તેને વિધાનસભા બેઠક મુજબ જે તે બીએલઓ સુધી પહોંચાડી દેવાઈ છે અને બીએલઓ તે ઘરે ઘરે પહોંચાડશે. આગામી 5 દિવસમાં જ આ કામગીરી પૂરી કરી દેવાશે. ખાસ વાત એ છે કે આ વખતે ફોટોને બદલે બારકોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.