શહેરની બે પેઢીમાંથી રૂપિયા 53 લાખની જીએસટી ચોરી ઝડપાઈ
શ્રીહરિ નમકીન અને બાલાજી એસ્ટેટની તપાસ પૂરી મોદી એસોસિએટના દસ્તાવેજની ચકાસણી ચાલુ
રાજકોટમાં શ્રીહરિ નમકીન, બાલાજી એસ્ટેટ અને મોદી એસોસિએટમાં ગત સપ્તાહે જીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા. આ તપાસ ગુરુવારે પૂર્ણ થઈ હતી. કુલ ત્રણ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શ્રીહરિ નમકીન અને બાલાજી એસ્ટેટમાંથી રૂ.53 લાખની ટેક્સચોરી ઝડપાઈ છે. જ્યારે મોદી એસોસિએટમાં હજુ તપાસ ચાલુ છે. જ્યાં તપાસ પૂર્ણ થઇ છે ત્યાંથી મળી આવેલા બેનામી દસ્તાવેજો અને ટેક્સચોરીનો રિપોર્ટ અમદાવાદ મોકલવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.