( વડોદરા- કરજણ હાઇવે ઉપર અકસ્માત ) " ડભોઈ તાલુકાનાં નારીયા ગામનાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત " - At This Time

( વડોદરા- કરજણ હાઇવે ઉપર અકસ્માત ) ” ડભોઈ તાલુકાનાં નારીયા ગામનાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત “


( રિપોર્ટ -નિમેષ સોની,ડભોઈ)

વડોદરા તરફથી એક ટ્રક - ટ્રેલર ચાલક પોતાનું ટ્રેલર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રહ્યો હતો તેવા જ સમયે રોડ ક્રોસ કરી રહેલ એક બાઈક ચાલકને આ ટ્રક ચાલકે હડફટમાં લીધો હતો.જેથી બાઈક ચાલકને છાતીના ભાગમાં અને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આ સાથે બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. જયારે આ બાઈક ઉપર પાછળ સવાર એક વ્યક્તિને નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચેલ હતી. જેને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે.
વડોદરા કરજણ નેશનલ હાઇવે ઉપર ભારત કોટન પાસે એક કન્ટેનરનો ચાલક ગફલત ભરી રીતે પોતાનું વાહન હંકારી રહ્યો હતો. તે સમય દરમિયાન ડભોઇ તાલુકાના નારીયા ગામના વતની મનહરભાઈ લક્ષ્મણભાઈ ( રહે. નારીયા, તાલુકો ડભોઇ) તેમજ સંદીપભાઈ ઉમેદભાઈ રાઠોડ ( રહે. વણછારા ,તાલુકો પાદરા) આ બંને પોતાની બાઈક ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે અચાનક ભરૂચ થી વડોદરા તરફ આવી રહેલ કન્ટેનરનો ચાલક પોતાનું કન્ટેનર ગફલત ભરી રીતે હંકારી રહ્યો હતો. તે સમયે બાઇક ચાલક મનહરભાઈ લક્ષ્મણભાઈ રાઠોડને અડફેટે લીધા હતા. જેથી મનહરભાઈને માથા અને છાતીના ભાગમાં ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
જયારે બાઈક ઉપર પાછળ સવાર ઈસમ નામે સંદીપભાઈ ઉમેદ ભાઈ રાઠોડને કપાળના ભાગે ગંભીર પહોંચી હતી. સંદીપભાઈ ઉમેદભાઈ રાઠોડને કપાળના ભાગે ગંભીર પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે તાત્કાલિક વડોદરા હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ બનતાની સાથે જ લોકટોળા ઉમટી પડ્યા હતા અને કરજણ પોલીસને જાણ થતાં જ કરજણ પોલીસના જવાનો સ્થળ ઉપર પહોંચી કન્ટેનર ચાલકની સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.