પર્યાવરણની જાળવણી માટે માટીની મૂર્તિનું નિર્માણ કરતી કુકડીયાની બહેનો
પર્યાવરણની જાળવણી માટે માટીની મૂર્તિનું નિર્માણ કરતી કુકડીયાની બહેનો
ગણેશોત્સવમાં ઇકોફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન કરે છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામ કુકડિયાની બહેનોનુ પ્રમુખ શિવ શક્તિ સખી મંડળ તેની ઇકોફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતુ બન્યુ છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસટર ઓફ પેરિસ (પી.ઓ.પી).ની મૂર્તિ નુકશાનકારક છે. જેથી આ સખી મંડળની બહેનો દ્રારા કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનુ નિર્માણ કરાય છે જે પર્યાવરણ માટે સાનૂકુળ છે.
આ સખી મંડળમાં કામ કરતા વનિતાબેન જણાવે છે કે, બે વર્ષથી આ રીતે પ્રતિમાઓનુ નિર્માણ કરે છે જેમા ગામની ૧૦ બહેનો જોડાયેલ છે. આ બહેનો અખાત્રીજથી રક્ષાબંધન સુધી પ્રતિમાઓ બનાવે છે અને જેમ જેમ ઓર્ડર મળતા જાય તેમ આ પ્રતિમાઓને સુશોભિત કરે છે આ સુશોભન માટે સાદા વોટર કલરનો ઉપયોગ થાય જે ઇકોફેન્ડલી છે. જેથી આ મૂર્તિઓની માંગ આવનારા દિવસોમા વધશે. આ બહેનોને ગુજરાત માટીકામ કલા-કારીગરી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્રારા માટી પુરી પાડવામાં આવે છે.
આ મૂર્તિઓને વિસર્જીત કરાતા તેની માટી પાણીમાં ઓગળી જાય છે નદી તળાવ કે વિસર્જીત જગ્યા પરથી લઈ શકાય છે સાથે રાજ્ય સરકાર દ્રારા પણ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ પણ બનાવવામાં આવે છે. જેથી કુદરતી પાણીના સ્ત્રોત દૂષિત ના થાય અને પર્યાવરણની જાળવણી કરી શકાય. આ મૂર્તિઓ ઘરે પણ કૂંડ બનાવી વિસર્જીત કરી શકાય તેવી હોય છે.
આ સખી મંડળની રચના કરનાર અને બહેનોને તાલીમ પુરી પાડનાર એન.આર.એલ.એમ યોજના,તાલુકા પંચાયત કચેરી,ઈડર(સા.કાં) કિંજલબેન જણાવે છે કે, ગામની બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે તે હેતુથી તેમને આ તાલિમ આપવાની શરૂ કરી ત્યારે ગામની ૩૦ જેટલી બહેનોને તાલિમ આપી હતી. આજે આ સખી મંડળમાં ૧૦ જેટલી બહેનો કામ કરે છે. આ સખી મંડળ દ્રારા પ્રથમ વર્ષે ૨૧ મૂર્તિ અને આ વર્ષે ૩૦ જેટલી મૂર્તિઓનુ નિર્માણ કરાયુ છે જેની કિંમત ૯૦૦ રૂપિયાથી લઈ ૧૨૦૦ જેટલી હોય છે. આ મૂર્તિઓ સારી કિંમતે સીધા ગ્રાહકને જ વેચે છે.
આ સખી મંડળ સાથે સંકળાયેલા એ.પી.એમ. શકીરભાઇ જણાવે છે કે, તેઓનુ આ સખી મંડળ આ મૂર્તિઓના વેચાણ થકી મહિલાઓ પરિવારને આર્થિક મદદ પણ કરી શકે છે. મહિલા સશક્તિકરણ માટે ખાસ કરીને સરકાર દ્રારા ખાસ આયોજનો કરવામાં આવે છે આ સખી મંડળની દરેક બહેન માત્ર પૈસા જ નથી કમાતી પરંતુ પર્યાવરણને શુધ્ધ રાખી અનેક જળ જીવોનુ જીવન પણ બચાવે છે જેથી આ બહેનોનુ આ કાર્ય વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.