કીર્તિમાન કાકડીયા પરિવાર ૪૫૦ વર્ષ પહેલાં પટેલ બાધા કાકડીયા પરિવાર ને રાજવી એ સોનો નો હાથી અર્પિ સન્માન કર્યું
કીર્તિમાન કાકડીયા પરિવાર ૪૫૦ વર્ષ પહેલાં પટેલ બાધા કાકડીયા પરિવાર ને રાજવી એ સોનો નો હાથી અર્પિ સન્માન કર્યું રાજવી પરિવાર ની તકરાર માં મુત્સદી બદલ ૧૦૦૦ નું રોકડ ઇનામ મેળવનાર જરખિયા ના સ્થાપક ધામેલ નું સરોવર બધાવ્યું ખેતર માં ચરતી ગાય કે પંખી ને નહિ હાંકવા રેશમી કપડાં નો ત્યાગ દીકરી ના પૈસા ન લેવા જૂઠું ન બોધવા ની ટેક આજીવન પાળનાર કાકડીયા કુટુંબ નો સમાજ માટે ત્યાગ તિતિક્ષા પરમાર્થ અજોડ છે
પટેલ બાઘા કાકડીયા (જરખીયા) સંવત ૧૬૧૭ની સાલમાં સોજીત્રા પાસેના કાકભટી નામના ગામડામાંથી સરવણ પટેલ લાઠી પાસેના ધામેલ ગામમાં ઉતર્યા, અને ધામેલ ગામ આબાદ કર્યું. અહીં પટેલે તળાવ બંધાવ્યું તે હાલ પણ છે જળસંસાધન ના સાધનો બાંધવા નિભાવવા મંદિર બાંધવા સમાંતર છે પટેલે ઘણાં બાન છોડાવ્યાં હતાં ઈનામમાં સોનાનો હાથી આપ્યો હતો.
તેના વંશજો ગોહિલવાડી કાકડીયા કહેવાયા.સરવણ પટેલને ત્રણ દીકરા હતા.તેમાંનો એક ગોહિલવાડમાં ગયો એક રાજકોટ ગયો તેનો વિસ્તાર રાજકોટ, કુવાડવા, ભંગડા વગેરે ગામોમાં ફેલાયો અને ત્રીજા ભાઈએ મોટા મુળુભાઈની મદદથી જરખીયાનું તોરણ બાંધ્યું . પટેલને ૬ સાંતીની જમીન અને ૬ વાડીના કોસ આપ્યા. હરદાસ પટેલે જરખીયાનું તોરણ બાંધ્યું હતું. ત્યાર પછી ખોડા પટેલ તેણે હરદાસ પટેલના કારજમાં ઘીના અવેડા ભરાવ્યા હતા. થયા,
એવામાં વોળદાન રેફડીએ જરખીયા ભાંગ્યું અને બાર વરસ ગામ ઉજ્જડ રહ્યું પટેલ ભાગીને રાંઢીયામાં રહ્યા. ત્યાર બાદ દરબાર જગાવાળાની મદદથી ખોડા પટેલે તથા બોધા પટેલે આવી જરખીયા ફરીથી વસાવ્યું અને પહેલાંના જેટલી જ જમીન પરત મળી.
આ વખતે મોર પટેલ દાડમા રહેતા હતા.તે ભક્ત હતા અને અંતરમાં એટલી બધી દયા હતી કે પોતાના ખેતરમાં ગાયો ચરતી હોય તો તેને હાંકરતા નહિ તેથી દ્વારકા માં આજે પણ મોર કાકડીયા ની જય બોલાય રહી છે એટલું જ નહિ પણ પંખીઓને પણ ઉડાડતા નહિ. કાયમ સદાવ્રત આપતા. દરબારશ્રી વલકુભાઈને મોર પટેલ ઉપર લાગણી થવાથી દાડમેથી જરખીયામાં વસાવ્યા અને બે સાંતીની જમીન પળત આપી સદાવ્રત ચાલુ રાખાવ્યું. આ સદાવ્રત સંવત ૧૯૫૬ સુધી ચાલુ રહ્યું જમીન તો તે પહેલાં જ ખેંચાઈ ગઈ હતી.
બાબરાના દરબારોમાં ભાઈઓ વચ્ચે વહેંચણની તકરાર પડી ત્યારે બોઘા પટેલે જઈ ગામોની વહેંચણી કરી આપી. આ સેવાના બદલામાં રૂા. ૧૦૦૦ ઈનામમાં આપ્યા.ભગવાન પટેલ તથા પુંજા પટેલે બંનેએ મળી અડતાળું તથા જરખીયું આઠ વરસ સુધી ઈજારે રાખ્યું. લાઠીના સીમાડાની તકરાર હોવાથી લૉંગ સાહેબનું મુકામ થતાં ભગવાન પટેલને પંચ નીમ્યા, તેણે ચુંદડી તથા મોડીઓ ઓઢી સીમાડા કાઢયા.
માંડણ પટેલ જરખીયાથી નાના રાજકોટ વસ્યા અને સુખી થયા. અત્યારે ત્યાં રામજીભાઈ તથા ગંગદાસભાઈ અને મોહનભાઈ સુખી છે અને કેળવાયલા છે.અહીંથી ચલાળામાં જઈને વસ્યા. સંવત ૧૯૭૮ની સાલમાં ધારા બંધાયા પછીથી આખા દેશમાં ફરીને જ્ઞાતિનું કાર્ય કરવા માટે નથુ પટેલે હિંમત કરી આ કામ ઉપાડ્યું અને પોતાની વૃદ્ધ અવસ્થા છતાં ગામડે ગામડે ભમી તાલુકાઓ પાડવામાં અને કેસો પતાવવામાં મદદ કરી હતી. એટલું જ નહિ પણ ડુંડાસથી જેસરની લાંબી મુસાફરી કરી જેસરમાં આવતા બીમાર થયા અને ચલાળા પહોંચતાંજ જ્ઞાતિ કાર્યમાંજ દેહ અર્પણ કર્યો. ચલાળામાં તેમના દીકરા હરિભાઈ સુખી છે.
ધામેલ ગામે તળાવ બધાવ્યું. પરમા પટેલના દીકરા કાળો પટેલ અત્યારે હયાત છે. તેને જુદું નહિ જરખીયામાં પરમા પટેલે બદ્રી નારાયણની જાત્રા કરી અને ઠાકોર મંદિર બોલવાનું નીમ છે. દીકરીઓનો પૈસો લેતા નથી એટલું જ નહિ પણ રેશમી લૂગડાં પણ નહિ લેવાનું વેવાઈને અગાઉથી જણાવ્યું હતું. પોતાની દીકરીને ધરઘાવી ત્યારે પણ પૈસા નો ઇનકાર કર્યો નેતૃત્વ અને સામાજિક સંરચના ઓમાં સુધારા વાદી પહેલ ની પગદંડી ઉભી કરનાર પટેલ બાધા કાકડીયા ના પરિવાર માં લોહી માં ઉતરોતર પેઢી પર્યન્ત જોવા મળી રહ્યું ત્યાગ સમર્પણ જીવદયા પરમાર્થ મુત્સદી ઇતિહાસ ના પાને સવર્ણ અક્ષરે અકિત અવિચળ છે પટેલ બાધા કાકડીયા નો સોના નો હાથી
સૌજન્ય સૌરાષ્ટ્ર પાટીદાર નો ઇતિહાસ
સંપાદક નટવરલાલ જે ભાતિયા દામનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.