ચક્રવાત દાના: ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ:આજે મોડી રાત્રે વાવાઝોડું ટકરાશે, ભુવનેશ્વર-કોલકાતાની ફ્લાઈટ બંધ, 552 ટ્રેનો રદ, NDRF તહેનાત; બંગાળ સહિત 6 રાજ્યો પર અસર
બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી વોવોઝોડું 'દાના' 18 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. ઓડિશાના ભદ્રકમાં ગુરુવારે સવારથી વરસાદ શરૂ થયો હતો. ચક્રવાત આજે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે ભીતરકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ નજીક ટકરાશે. ભુવનેશ્વર હવામાન કેન્દ્ર અનુસાર આ સમય દરમિયાન, વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના ઉત્તરીય ભાગમાંથી પસાર થશે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. જેના કારણે ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી લગભગ 16 કલાક ફ્લાઈટ્સ રદ રહેશે. ઓડિશાના 14 જિલ્લામાં 25 ઓક્ટોબર સુધી શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ જિલ્લાના 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તમામ ટુરિઝમ પાર્ક, ઓડિશા હાઈકોર્ટને 25 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. ઓડિશાએ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF), ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF) અને ફાયર બ્રિગેડની 288 ટીમો તહેનાત કરી છે. કેન્દ્રપરામાં પણ પવન ફૂંકાઈ રહ્યો છે વાવાઝોડા સાથે જોડાયેલી તસવીરો... ઓડિશામાં 6 હજાર રાહત શિબિરો બનાવવામાં આવી ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર સુરેશ પૂજારીએ કહ્યું- લગભગ 6 હજાર રાહત શિબિરો બનાવવામાં આવી છે. પુરીના 3 હજારથી વધુ પ્રવાસીઓને ઘરે પરત મોકલવામાં આવ્યા છે અને આગામી ચાર દિવસ માટે હોટેલ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
ચક્રવાત દાનાની અસર 6 રાજ્યોમાં ઓડિશા: ઓડિશાના 30 દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 14માં વાવાઝોડાની વ્યાપક અસર થવાની સંભાવના છે. IMD એ 24 થી 26 ઓક્ટોબર સુધી અંગુલ, નયાગઢ, બાલાસોર, મયુરભંજ, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંહપુર, કેંદુઝાર, જાજપુર, કટક અને ઢેંકનાલ, ખોરધા, ગંજમ અને પુરી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ: પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા અને ઉત્તર 24 પરગણામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કોલકાતા, હાવડા, હુગલી અને ઝારગ્રામમાં 23થી 24 ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના રાયલસીમા ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. કર્ણાટક: વાવાઝોડું આવતાં પહેલાં જ ભારે વરસાદને કારણે કર્ણાટકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તામિલનાડુ- પુડુચેરી: IMDએ દક્ષિણ ભારતના તામિલનાડુ અને પૂર્વ ભારતનાં કેટલાંક રાજ્યોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તૈયારીની 5 તસવીરો... શું તૈયારીઓ કરવામાં આવી છે... ચક્રવાતને ધ્યાનમાં રાખીને ઓડિશા અને પશ્ચિમ બંગાળ બંનેમાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. આ ઉપરાંત આર્મી, નેવી અને કોસ્ટ ગાર્ડની બચાવ અને રાહત ટીમને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
ઓડિશા NDRFની 20 ટીમો, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ફોર્સ (ODRF)ની 51 ટીમો અને ફાયર બ્રિગેડની 178 ટીમો તહેનાત કરવામાં આવી છે.
14 જિલ્લાઓમાં 3,000થી વધુ સંવેદનશીલ ગામોની ઓળખ કરવામાં આવી છે. લગભગ 6,000 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે.
25 ઓક્ટોબરે 11 ઇંચ સુધી વરસાદ પડી શકે છે, તેથી દરિયાકાંઠાના વિસ્તારોને લગભગ ખાલી કરાવવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળના આઠ જિલ્લાઓ - દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગના, પૂર્વા મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, બાંકુરા, હુગલી, હાવડા અને કોલકાતામાં 23 થી 26 ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખવામાં આવી છે. રાજ્યમાં 85 રાહત ટીમો તહેનાત કરવામાં આવી છે.
NDRFના ડીઆઈજી મોહસેન શાહિદીએ જણાવ્યું કે ઓડિશામાં 20, પશ્ચિમ બંગાળમાં 13 અને રિઝર્વમાં ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે.
NDRFના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિવિધ રાજ્યોમાંથી કુલ 45 ટીમો માંગવામાં આવી હતી. અમે કુલ 56 ટીમોની ઓળખ કરી છે, જેમાંથી 45 સક્રિય રીતે તહેનાત છે. આંધ્રપ્રદેશ અને ઝારખંડમાં નવ-નવ ટીમો તૈનાત કરવામાં આવી છે જ્યારે એક ટીમ છત્તીસગઢમાં તહેનાત કરવામાં આવી છે.
દાના નામ સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવ્યું હતું, તેનો અર્થ એ છે કે સાઉદી અરેબિયાએ વાવાઝોડાને દાના નામ આપ્યું છે. તેનો અર્થ છે ઉદારતા. જો વાવાઝોડાની ગતિ 62 કિમી પ્રતિ કલાકથી વધુ હોય તો તેને વિશેષ નામ આપવું જરૂરી બની જાય છે. જો આ ભારે પવન 137 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે અથવા તેનાથી વધી જાય છે, તો તેને ચક્રવાતી તોફાન કહેવામાં આવે છે. સાઉદી અરેબિયાએ વાવાઝોડાને દાના નામ આપ્યું છે દાના નામ સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવ્યું હતું, તેનો અર્થ એ છે કે સાઉદી અરેબિયાએ વાવાઝોડાને દાના નામ આપ્યું છે. તેનો અર્થ છે ઉદારતા. જો વાવાઝોડાની ગતિ 62 કિમી પ્રતિ કલાકથી વધુ હોય તો તેને વિશેષ નામ આપવું જરૂરી બની જાય છે. જો આ ભારે પવન 137 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે અથવા તેનાથી વધી જાય છે, તો તેને ચક્રવાતી વાવાઝોડું કહેવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.