વિસાવદર સ્વામી નારાયણ ગુરુકુળમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી
વિસાવદર સ્વામી નારાયણ ગુરુકુળમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી
.કે. જી.થી ધો.૧૨ સુધીના બાળકોમાંથી વેલડ્રેસ,વેલસ્ટેપ,પ્રિન્સ,પ્રિન્સેસને ઇનામો અપાયા
વિસાવદર તા.સ્વામિ નારાયણ ગુરુકુળ ખાતે દરવર્ષેની જેમ આ વર્ષ પણ બાળકોમાં રહેલી શ્રુસુપ્ત શક્તિઓ બહાર આવે અને નવરાત્રી પર્વની સાચી સમજ શક્તિ આવે તે માટે નવરાત્રી પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી.વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ વિસાવદરના શાસ્ત્રી આનંદસ્વરૂપ સ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ એ. આર. દોશીસાહેબ, કૅમ્પસ ડાયરેક્ટર જીતુભાઇ ડોબરીયા તથા સ્ટાફ મિત્રોની સીધી દેખરેખ નીચે તા.૨૬/૦૯/૨૨ ના રોજ નવરાત્રીના પ્રથમ નોરતે રાસ ગરબા હરીફાઈ રાખવામાં આવેલ હતી જેમાં વિસાવદર સ્વામિ નારાયણ ગુરુકુળ વિસાવદરના શાસ્ત્રી આનંદસ્વરૂપ સ્વામી તથા જિલ્લા પંચાયતના માજી શિક્ષણ સમિતિના પ્રમુખ રતીભાઈ સાવલીયાએ ખાસ ઉપસ્થિત રહી તેમના વરદ હસ્તે ઇનામો આપેલ હતા આ પ્રસંગે મુકુંદસ્વામી, રતિબાપા સાવલિયા, દોશીસાહેબ, જીતુભાઇ ડોબરીયા, નિર્ણાયક -મયુરભાઈ ઊંધાડ, ધોરણ - કે. જી. થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે વેલ ડ્રે સ / વેલ સ્ટેપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૧ થી ૩ નંબર ને તથા પ્રિન્સ / પ્રિંસેસ ને પ્રોત્સાહીત કરી ઇનામો આપવામાં આવેલ હોવાનું ગુરુકુળના આચાર્ય અસ્વીનભાઈ દોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ હરેશમહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.