પ્રથમ દિવસે 50 હજાર લોકો ઊમટ્યા, હૈયું ખોલી મેળાના મહાસાગરમાં ડૂબ્યા, અવનવી રાઇડ્સ સાથે નાસ્તાની પણ ઉઠાવી જયાફત
શ્રાવણિયા સરવડાઓથી સર્જાયેલા ખુશનુમા માહોલમાં જન્માષ્ટમી પર્વે રાજકોટનો જગમશહૂર લોકમેળો મંગળવારે શરૂ થયો હતો. રેસકોર્સ મેદાનમાં સાંજે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળીયાના હસ્તે લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ 50 હજારથી વધુ રાજકોટિયન્સ ઊમટ્યા હતા અને રાત્રિના 12 વાગ્યા સુધી ફજર ફાળકા, ટોરાટોરાં, ડ્રેગન સહિતની યાંત્રિક રાઇડ્સની મજા માણી હતી. લોકહૈયામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવતો લોકમેળો લાગલગાટ પાંચ દિવસ સુધી લાખો લોકોને મોજમસ્તીના મહાસાગરમાં ડુબાડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.