રાજકોટમાં અનેક પક્ષીઓ ઘવાયા, 20થી વધુ પશુ દવાખાનામાં સત્વરે સારવાર અપાઈ
ઉત્તરાયણનાં દિવસે લોકો એક બીજાનાં પતંગો કાપી ચીચયારી બોલાવતા હોય છે. તો સાથો સાથ યુવાધન એક બીજાનાં પતંગ કાપવા માટે શક્ય તેટલી મજબુત દોરી બનાવડાવતા હોય છે. તેવામાં આ મજા અબોલ જીવ માટે સજા બની જતી હોય છે. અબોલ જીવને બચાવવા માટે રાજકોટમાં કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે અનેક પક્ષીઓ ઘવાયા હતા. તેમને કરુણા અભિયાન અંતર્ગત સારવાર આપવામાં આવી હતી.આ ઉપરાંત રાજકોટની પંચનાથ વેટરનિટી હોસ્પિટલમાં પણ 16 જેટલા ઘાયલ પક્ષીઓની સર્વર કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.