ફેસબુકમાં આઈપીઓની જાહેરાત જોઈ રોકાણ કરતા કોન્ટ્રાકટરે રૂા.9.53 લાખ ગુમાવ્યા - At This Time

ફેસબુકમાં આઈપીઓની જાહેરાત જોઈ રોકાણ કરતા કોન્ટ્રાકટરે રૂા.9.53 લાખ ગુમાવ્યા


ફેસબુકમાં આવેલ આઈપીઓની જાહેરાત હોય બાંધકામના ધંધાર્થીએ રોકાણ કરતા રૂપિયા 9.53 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. બનાવ અંગે સાયબર ક્રાઈમમાં છેતરપીંડીની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
બનાવ અંગે રાધેશ્યામ ગૌશાળા આગળ અંજલીપાર્કમાં રહેતા મયુરભાઈ બાબુભાઈ ડોબરીયા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ મકાન બાંધકામ કરવાનું કામ કરે છે. તે અને તેના મિત્ર રાકેશ અંટાળા બંને બાંધકામના વ્યવસાય સાથે શેરબજારમાં પૈસા રોકાણ પણ કરે છે. તેમના મિત્ર રાકેશ અંટાળાએ ફેસબુકમાં શેરબજારમાં પૈસા કમાવવાની જાહેરાત જોતા તેમણે તે પેજ પર કલીક કરતા તેમના મોબાઈલમાં વોટસએપ મેસેજ આવેલ તેમાં મોકલેલ લીંક ખોલતા યુ પૈસા નામવાળી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમાં વધુ પૈસા મળશે તેમ જણાવ્યું હતું.
તા.20-6ના તેઓ બંને સાથે હતા તે વખતે લીંકમાંથી આઈપીઓ ભરવા માટેનો મેસેજ આવેલ હતો અને રૂા.953000 ભરવાનું કહેવામાં આવેલ હતું. તેથી બંનેએ સાથે મળી રૂા.9.53 લાખ આઈપીઓમાં રોકાણ માટે ભરેલ હતા. જે બાબતે સામેવાળાએ તેઓએ રોકેલ રૂપિયાનું કોઈ વળતર કે ભરેલ રકમ પરત આપેલ ન હોય જેથી તેમની સાથે ફ્રોડ થયાનું જાણવા મળતા સાયબર હેલ્પલાઈન નંબરમાં અરજી કરેલ હતી. જે અરજીમાં તપાસ કરતા જાણવા મળેલ કે ગઠીયાનું એકાઉન્ટ સુરતના ચિંતુલ વિઠ્ઠલ ઈટાલિયા નામનું જાણવા મળેલ છે.
બનાવ અંગેની ફરિયાદ પરથી સાયબર ક્રાઈમે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.