આગે બઢતે ચલે હમ…. કલેકટરશ્રી પ્રભવ જોશીના હસ્તે ૧૦૦ બાળકીઓને એજ્યુકેશન કીટ વિતરિત કરાઈ: તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા”હાલનો યુગ શિક્ષણનો યુગ છે ત્યારે સૌ દીકરીઓ શિક્ષણ મેળવી ઉજજવળ ભવિષ્ય બનાવે” -કલેકટર શ્રી પ્રભવ જોશી
આગે બઢતે ચલે હમ....
કલેકટરશ્રી પ્રભવ જોશીના હસ્તે ૧૦૦ બાળકીઓને એજ્યુકેશન કીટ વિતરિત કરાઈ: તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
"બેટી બચાઓ બેટી પઢાઓ" મિશન અંતર્ગત સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સ ખાતે રાજકોટ - ગોંડલની બાળાઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરાઈ
"હાલનો યુગ શિક્ષણનો યુગ છે ત્યારે સૌ દીકરીઓ શિક્ષણ મેળવી ઉજજવળ ભવિષ્ય બનાવે"
-કલેકટર શ્રી પ્રભવ જોશી
રાજકોટ તા. ૫ જુલાઈ - વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આરંભિત મિશન "બેટી બચાવો બેટી પઢાઓ" અંતર્ગત રાજકોટ જિલ્લામાં J J Act અને CNCP હેઠળ નોંધાયેલ સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સમાં કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી - રાજકોટના ઉપક્રમે અનાથ/CNCPની ૧૦૦ જેટલી બાળકીઓને કલેકટરશ્રીના હસ્તે એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
બાળકીઓને કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, હાલનો યુગ શિક્ષણનો યુગ છે ત્યારે દરેક દીકરીઓ પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે. આજે સન્માન પામેલી દીકરીઓ પાસેથી પ્રેરણા લઈ અભ્યાસમાં ખૂબ આગળ વધી, દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના કલેક્ટરશ્રીએ વ્યક્ત કરી હતી. જિલ્લા સમાહર્તા શ્રી જોશીએ સંસ્થા ખાતે બાળકો સાથે વાર્તાલાપ કરી, ઇંગ્લિશ માટે ખાસ શિક્ષક, કોમ્પ્યુટર અને સ્માર્ટ ક્લાસની સુવિધાઓના નિર્માણ અંગે અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
જિલ્લા અને મહિલા બાળ વિકાસ અધિકારીશ્રી ડૉ. જનકસિંહ ગોહિલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી સૌને આવકાર્યા હતા.આ કાર્યક્રમમાં સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સ, કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ અને ગોંડલના શ્રી ભગવતસિંહજી બાલાશ્રમની દીકરીઓને કીટ વિતરિત કરવામાં આવી હતી, જેમાં સ્કૂલબેગ, ૬ નોટબુક, લંચબોક્સ, વોટર બોટલ, પેન્સિલ સહિત સ્ટેશનરી સેટ અને પ્લાસ્ટિક કવરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે જ ત્રણેય સંસ્થાઓના અભ્યાસમા ૧ થી ૩ ક્રમાંક પ્રાપ્ત કરેલ ૧૦ બાળકીઓને સન્માનપત્ર તેમજ બેટી બચાવો બેટી પઢાવોના કોફી મગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાની બાળાઓએ પણ કાર્યક્રમમાં પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
કલેક્ટરશ્રીએ સંસ્થાનુ ઇન્સ્પેક્શન હાથ ધરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. કાર્યક્રમના અંતે બાળસુરક્ષા અધિકારીશ્રી અલ્પેશ ગોસ્વામીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચાઈલ્ડ વેલફેર કમિટીના ચેરમેન શ્રી ડો. પ્રિતેશ પોપટ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ. એન. ગોસ્વામી, સ્ટાફ અને સંસ્થાઓના સંચાલકો- કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.