સહકાર ભારતીના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ બરોચીયા બોટાદ ની મુલાકાતે
(કનુભાઈ ખાચર દ્વારા )
આજરોજ બોટાદ સહકાર ભારતીના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ બરોચીયા ના અધ્યક્ષ સ્થાને સહકાર ભારતી ના કાર્યકર્તાઓની બેઠક યોજાઇ જેમાં આગામી તારીખ 19/20 ઓક્ટોબરના રોજ પાળિયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા માં સહકાર ભારતી નું પ્રદેશ અધિવેશન યોજવાનું છે જેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું સહકાર ભારતી ના વિભાગ સંયોજક સવજીભાઈ શેખે મહેમાનોને આવકારેલ તથા સહકાર ભારતી ના બોટાદ જિલ્લા પ્રમુખ ભુપતભાઈ ધાધલે આગામી પાળીયાદ વિહળધામ ખાતે યોજાનાર પ્રદેશ અધિવેશન મા સહકારી આગેવાનો ભાઈઓ તથા બહેનો ને ખૂબ મોટી સંખ્યામાં જોડાવા હાકલ કરી પ્રદેશ આગેવાન અશોકભાઈ કિકાણી તથા સંગઠન પ્રમુખ વિજયભાઈ ધાધલ તથા જિલ્લા ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ શેઠ સહિત વિશાળ સંખ્યામાં સહકારી ભાઈઓ બહેનોએ હાજરી આપેલ બોટાદ જિલ્લા કારોબારીમાં કમલેશભાઈ પ્રમોદભાઈ દવે તથા વિજયભાઈ કાંતિભાઈ ગઢડા નો સમાવેશ કરવામાં આવેલ તેમજ સહકાર ભારતીના મહિલા જિલ્લા મંત્રી તરીકે કનકબેન બીજલભાઇ સાપરા ની નિમણૂક કરવામાં આવી તથા રાણપુર તાલુકાના પ્રમુખ જયશ્રીબેન સતિષભાઈ પાટડીયા તથા બરવાળા તાલુકાના પ્રમુખ સોમીબેન ડાયાભાઈ પરમાર તથા ગઢડા તાલુકાના પ્રમુખ વસંતબેન વિજયભાઈ સોઢાત્તર ની નિમણૂક કરવામાં આવી તેમાં સહકાર ભારતી મહિલા જિલ્લા અધ્યક્ષ નયનાબેન સરવૈયા તથા બોટાદ જિલ્લા શહેર પ્રમુખ નીપાબેન મહેતાએ આવકારેલ જુદી જુદી સહકારી સંસ્થાના કોઈપણ પ્રશ્ન હોય તો તારીખ 15/9/24 સુધી એ સહકાર ભારતી ને લેખિતમાં ઝવેરચંદ મેઘાણી ક્રેડિટ કો-ઓ. સો.ની ઓફિસે મોકલવા સવજીભાઈ શેખે જણાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.