પોરબંદર રેડક્રોસ અને હોમગાર્ડ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો - At This Time

પોરબંદર રેડક્રોસ અને હોમગાર્ડ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


પોરબંદર રેડક્રોસ અને હોમગાર્ડ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
વિશ્વ રક્તદાન દિવસે રક્તદાન જાગૃતિ રેલી યોજાઈ

લાખણશી ગોરાણિયાએ 40મી વખત રક્તદાન કર્યું

14મી જૂને સમગ્ર વિશ્વમાં રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પોરબંદર જિલ્લા રેડક્રોસ અને હોમગાર્ડ કચેરીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ અને રક્તદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
પોરબંદર રેડક્રોસ દ્વારા અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ત્યારે હાલ ઉનાળાના સમયમાં લોહીની ખૂબ તંગી સર્જાતી હોય છે. પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને મદદરૂપ થવા પોરબંદર રેડક્રોસ અને જિલ્લા હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ કચેરી ખાતે રક્તદાન કેમ્પ અને રક્તદાન બાબતે લોક જાગૃતિ લાવવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણિયાએ 40મી વખત રક્તદાન કરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે હોમગાર્ડના જિલ્લા કમાન્ડન્ટ જીતેન્દ્ર જોશીએ પણ રક્તદાન કરી કેમ્પને ખુલ્લો મુક્યો હતો.
આ રક્તદાન કેમ્પમાં પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, સામતભાઈ ઓડેદરા, કિરીટભાઈ મોઢવાડીયા, રામભાઈ ઓડેદરા, અરજનભાઈ ભૂતિયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આયોજિત રક્તદાન કેમ્પને સફળ બનાવવા પોરબંદર રેડક્રોસ સોસાયટીના ચેરમેન લાખણશી ગોરાણિયા, હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટ જીતેન્દ્ર જોશી, હોમગાર્ડ કર્મચારીઓ અને પોરબંદર રેડક્રોસના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.