રાજકોટ મહાનગરપાલિકા હોળી/ધુળેટી પર્વની ઉજવણી અંતર્ગત ‘હિન્દી હાસ્ય કવિ સંમેલન’ - At This Time

રાજકોટ મહાનગરપાલિકા હોળી/ધુળેટી પર્વની ઉજવણી અંતર્ગત ‘હિન્દી હાસ્ય કવિ સંમેલન’


રાજકોટ શહેર તા.૧૦/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૧૨/૩/૨૦૨૫ ના રોજ હોળી/ધુળેટી પર્વની ઉજવણી અંતર્ગત ‘હિન્દી હાસ્ય કવિ સંમેલન’ “હોલી કે રંગ હાસ્ય રંગ કે સંગ” કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે આયોજન કરેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ વરદ હસ્તે કરી, કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડૉ.ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. આ હિન્દી હાસ્ય કવિ સંમેલન “હોલી કે રંગ હાસ્ય રસ કે સંગ” માં કવિઓ સુરેશ અલબેલા (મુંબઈ-લાફ્ટર ચેમ્પિયન), મુન્ના બેટરી (મંદસૌર-લાફ્ટર), મનોહર મનોજ (કટની-હાસ્ય સમ્રાટ), ખુશ્બુ શર્મા (ન્યુ દિલ્હી-કવિતા અને ગઝલ), હિમાંશુ બવંડર (ઉજ્જૈન-લાફ્ટર), સુમિત મિશ્રા (ઓરછા-દેશભક્તિ વીરરાસ) વગેરે પોતાની વાણીથી શ્રોતાઓને હાસ્યની છોળો સાથે અવનવી કવિતા પીરસશે અને હસાવવા ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને મનોરંજન પૂરું પાડવાના ઉમદા હેતુથી હોળી/ધુળેટી પર્વના ભાગરૂપે આયોજીત “હોલી કે રંગ હાસ્ય રંગ કે સંગ” હિન્દી હાસ્ય કવિ સંમેલન માણવા ઉમટી પડવા શહેરીજનોને નિમંત્રણ પાઠવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image