રાજકોટ જિલ્લાના તમામ ગામ તળાવો ચૅકડૅમૉને ઊંડા કરાશૅ આથી જળસંગ્રહ વધશે અને ગામમાં આવતા પાણી રૉકાશૅ જળ સંપતિ મંત્રી બાવળીયા ની જાહેરાત - At This Time

રાજકોટ જિલ્લાના તમામ ગામ તળાવો ચૅકડૅમૉને ઊંડા કરાશૅ આથી જળસંગ્રહ વધશે અને ગામમાં આવતા પાણી રૉકાશૅ જળ સંપતિ મંત્રી બાવળીયા ની જાહેરાત


રાજકોટના ગઢકા ઉપલેટા ગાયત્રી મંદિર પડધરી નો ઘુનો જસદણના દેવપરા બળધોઈ તેમજ કાળાસર, વિછીયાના બેલડા તથા જનડા ના 11 ચૅકડૅમ અનૅ તળાવનુ રીપેરીંગ કામ પૂર્ણ

(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ વિછીયા ના ધારાસભ્ય અનૅ ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં રાજકોટ સિંચાઈ વર્તુળ વિભાગના વિવિધ વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બહુમાળી ભવન ખાતે રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેરની કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં, રાજકોટ વર્તુળના નાની સિંચાઈ યોજનાનાં કામોનો પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ પંચાયત સિંચાઈ વર્તુળ હેઠળ આવતાં ગામડાંની પાસે આવેલાં ગામ- તળાવોને અલગ તારવવા સૂચના આપી હતી તેમજ આગામી દિવસો ગામ-તળાવ ઊંડા કરવાને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે, ગામ- તળાવમાં પાણીના સંગ્રહ થવાથી ગામ માટે પાણી ઉપલબ્ધ થાય, પશુઓને પીવાનું પાણી મળી રહે તેમજ ગામના જળસ્રોતને ફાયદો થાય, ખેડૂતોને સિંચાઈમાં પણ ફાયદો થાય. આથી ગામ-તળાવને પ્રાથમિકતા આપીને તેને ઊંડા કરવાના કામો પર લક્ષ આપવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ વર્તુળમાં ૫૬ નાની સિંચાઈ યોજનાઓ આવેલી છે. જેમાંથી વરસાદના કારણે હાલ ૪૩ યોજનાઓ સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. રાજકોટ વર્તુળમાં હાલ ડેમ સેફ્ટીના રૂપિયા ૧૮ કરોડથી વધુની રકમનાં ૨૨ જેટલાં કામો પ્રગતિ હેઠળ છે. જેમાંથી ૧૫ ડેમ સેફ્ટીનાં કામો સો ટકા પૂર્ણ થઈ ગયાં છે. જ્યારે બે ડેમનાં કામો ૯૦ ટકાથી વધુ પૂર્ણ થઈ ગયાં છે. જ્યારે બાકી કામો પ્રગતિ હેઠળ છે. રાજકોટ વર્તુળમાં અંદાજે રૂપિયા ૨.૩૩ કરોડથી વધુના ખર્ચના પૂર સંરક્ષણ દિવાલના ૧૦ જેટલા કામોમાંથી આઠ કામો પૂર્ણ થઈ ગયા છે, જ્યારે બે કામો પ્રગતિ હેઠળ છે.જેના કારણે ઉપલેટાના ગાયત્રી મંદિર વિસ્તાર, પડધરીના ધુનાના, રાજકોટના ગઢકા, જસદણના દેવપરા, બળધોઈ તેમજ કાળાસર, વિંછિયા બેલડા તથા જનડા ગામે પૂરના પાણી આવતાં અટકશે અને ગામ લોકોને રાહત થશે. ઉપરાંત ૧૧ ચેકડેમો- તળાવનું અંદાજે ૮૦ લાખથી વધુના ખર્ચે રીપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું છે. રાજકોટ વર્તુળમાં ડેમ સેફ્ટીના ૩૩ કામો, કેનાલ મરામત તેમજ રીપેરિંગના ૧૦ જેટલા કામો તેમજ ચેકડેમ તળાવના રીપેરિંગના ૨૮ જેટલા કામો તથા પૂર સંરક્ષણ દીવાલના છ જેટલા કામો આયોજન હેઠળ હોવાનું જણાવાયું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.