અમદાવાદ : સાણંદના વિરોચનનગર મુકામે ઇદુલ અઝહાની શાનો સૌકતથી ઉજવણી કરાઈ - At This Time

અમદાવાદ : સાણંદના વિરોચનનગર મુકામે ઇદુલ અઝહાની શાનો સૌકતથી ઉજવણી કરાઈ


સમગ્ર દેશમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે ગુજરાતના અમદાવાદ જિલ્લાના સાણંદમાં પણ ઈદની અલગ જ ખુશી જોવા મળી.

તા. ૧૭ મી જૂન ને સોમવારે અમદાવાદના સાણંદ શહેર, તેમજ વિરોચનનગર, છારોડી, ગીબપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઈદ ઉલ અઝહાની શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે સાણંદના વિરોચનનગર મુકામે ઇદગાહ ખાતે ઈદ ઉલ અજહા એટલે કે બકરી ઈદની સામૂહિક ખાસ નમાજ અદા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી

ઉલ્લેખનીય છે કે બકરી ઈદનો પર્વ કુરબાનીનો તહેવાર છે ત્યારે દેશના તમામ લોકો પોતાની અંદરના ભેદભાવની કુરબાની આપીને દેશમાં અમન શાંતિ, ભાઈચારો તેમજ કોમી એકતા જળવાઈ રહે અને દેશની પ્રગતિ, ઉન્નતી, અને સલામતી માટે અલ્લાહ પાસે ખાસ દુઆ કરવામાં આવી હતી.

ઇદના તહેવાર નિમિત્તે સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો કે જેથી લોકો પોતાનો તહેવાર શાંતિમય વાતાવરણમાં મનાવી શકે

*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્યુરો રીપોર્ટ ફઝલખાન પઠાણ સાણંદ અમદાવાદ..📹*


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.