રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છમાં અને કચ્છ બહાર વસતા સૌ કચ્છી ભાઈ-બહેનોને અષાઢીબીજના પવિત્ર પર્વની – કચ્છી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
કચ્છી નુતન વર્ષ-અષાઢી બીજની સૌને શુભકામનાઓ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
----------------------
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છમાં અને કચ્છ બહાર વસતા સૌ કચ્છી ભાઈ-બહેનોને અષાઢીબીજના પવિત્ર પર્વની - કચ્છી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે શુભકામનાઓ પાઠવતાં કહ્યું છે કે, આ દિવસ આપણને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓની પણ યાદ અપાવે છે.
અષાઢી બીજથી ખેતીનું નવું ચક્ર શરૂ થાય છે. ખેડૂતો નવા પાકની વાવણી શરૂ કરે છે. આ પર્વ નવી આશાઓ, નવી સંભાવનાઓ અને નવી ઊર્જાથી સભર છે. આપણે પ્રકૃતિ સાથેનું આપણું જોડાણ મજબૂત કરીએ અને પૃથ્વી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કચ્છની ધરા હંમેશા તહેવારો અને પરંપરા માટે જાણીતી છે. રથયાત્રા અને અષાઢી બીજનો તહેવાર આપણી એકતા, ભાઈચારા અને સામૂહિકતાની ભાવનાને પણ મજબૂત બનાવે છે. કચ્છી નવું વર્ષ કચ્છ અને કચ્છીઓ ઉપરાંત આપણા સૌ માટે સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે એવી પ્રાર્થના સાથે સૌને કચ્છી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
---------------------
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.