"નીચું નિશાન ના માપ ના હિમાયતી" અમરેલી શહેર માં મહામુત્સદી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયતી એ બાઇક રેલી યોજાશે - At This Time

“નીચું નિશાન ના માપ ના હિમાયતી” અમરેલી શહેર માં મહામુત્સદી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયતી એ બાઇક રેલી યોજાશે


"નીચું નિશાન ના માપ ના હિમાયતી"

અમરેલી શહેર માં મહામુત્સદી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયતી એ બાઇક રેલી યોજાશે

અમરેલી શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ - અમરેલી દ્વારા આયોજિત લોખંડી પુરુષ પટેલ સમાજનું ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે તારીખ ૩૧/૧૦/૨૩ ને મંગળવાર ના રોજ સવારે ૮-૩૦ કલાકે એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરેલ છે જેની શરૂઆત મોટા બસ સ્ટેશન, શીતલ આઈસ્ક્રીમ પાર્લર થી શરૂ કરી રાજકમલ ચોક થઈ નાગનાથ મંદિર થઈ ને સરદાર સર્કલ સુધી ડી.જે.ના તાલ સાથે જવાનું હોય તો આ બાઈક રેલીમાં જોડાવા માટે નમ્ર નિવેદન છે. સમયસર અને શિસ્ત બદ્ધ રીતે બાઈક રેલીમાં જોડાઈને અખંડિતતા અને એકતા નો સંદેશ આપવાનો છે. તો દરેક જ્ઞાતિબંધુ સરદાર પ્રેમી ઓને જોડાવા નમ્ર વિનંતી સહ. અનુરોધ કરાયો છે બાઈક માં બુલેટ અથવા તો અન્ય કોઈ પણ બાઈક સાથે લેવું શક્ય હોય તો સફેદ કપડાની જોડી પહેરવી જેથી ડ્રેસ કોડ એકસરખો લાગે.તેવા અભિગમ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયતી એ અનોખી ઉજવણી કરવા નું આયોજન કરાયું છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.