કોઠી ગામમા ચોમાસાની સાથે જ સમસ્યાની શરુઆત - At This Time

કોઠી ગામમા ચોમાસાની સાથે જ સમસ્યાની શરુઆત


જસદણ તાલુકાના કોઠી ગામે આથમણી સીમમાં આવેલ લિંબાળો નદી ચાર કાંઠે આવી હતી. જેથી કરીને ત્યાં રહેતા લોકોને ખુબ જ અગવડતા ઊભી થઈ હતી. આ નદીનો પ્રવાહ એટલો બધો હતો કે નદીને પસાર કરવી ખુબ જ કઠીન હતી આ નદી ૩ ( ત્રણ) દિવસથી ઓળંગી શકાય તેમ નહોતી જેના કારણે નદીની ગામની સામે કાંઠે રહેતા લોકો અગવડતાના સમયે ગામમાં આવી શકતા નથી જેમાં ખાસ કરીને કોઈ ઈમરજન્સી માં પણ આ નદીને ઓળંગી શકાતી નથી. જેથી અવારનવાર આવતી આ સમસ્યાનો ઉકેલ આવે તેવી ગ્રામજનોની માંગ થવા ઉઠી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.