રાજકોટ આજીનદીમાં એક્સપાયરી ડેટ વાળા નમકીન પેકેટ નાખવા બદલ સેલ્સમેન પાસેથી ચાર્જ વસુલ.
રાજકોટ શહેર તા.૨૪/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરની વચ્ચેથી પસાર થતી આજી નદીના રામનાથ પરાના બેઠા પુલની બાજુમાં ડૉ.હેપી નમકીનના એક્સપાયરી ડેટવાળા નમકીન પેકેટનો મોટો જથ્થો નાખવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આ બાબતે તપાસ હાથ ધરતા ડૉ.હેપી નમકીન લોધિકા તાલુકાના ખાંભા ગામએ કંપની આવેલ હોઈ, તે કંપનીનો સંપર્ક કરતા તેમના ડીસ્ટ્રીબ્યુટર પાસેથી રૂ.૧૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ તેમજ આ એક્પાયરી ડેટવાળા નમકીનના જથ્થાનો યોગ્ય નિકાલ કરવામાં આવેલ. આ કામગીરી નાયબ મ્યુનિસિપલ કમિશનર એચ.આર.પટેલના માર્ગર્શન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીની સુચના હેઠળ પૂર્વ ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેર વી.આર.ચાવડા તથા વોર્ડનં.૬ના સેનેટરી સબ ઇન્સ્પેકટર મહેશ ગાંગાણી દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
