ગરમીને કારણે બહારથી આવતા શાકભાજી રાજકોટ પહોંચે ત્યાં સુધીમાં અડધા બગડી જાય છે, હજુ જુલાઇ સુધી ભાવ ઉંચા જ રહેશે - At This Time

ગરમીને કારણે બહારથી આવતા શાકભાજી રાજકોટ પહોંચે ત્યાં સુધીમાં અડધા બગડી જાય છે, હજુ જુલાઇ સુધી ભાવ ઉંચા જ રહેશે


શાકભાજીના ભાવ રૂ.100ની સપાટીએ પહોંચ્યા, ગૃહિણીઓના બજેટ ખોરવાયા

ગરમીને કારણે સ્થાનિક અને બીજા રાજ્યના શાકભાજીની આવક અને તેના ભાવ પર અસર પડી રહી છે. અત્યારે દૂધી,ગલકા, ટમેટાં, કોથમીર સહિતના શાકભાજી છૂટક માર્કેટમાં રૂ.100ની સપાટીએ પહોંચ્યા છે. મોટા ભાગના શાકભાજી અત્યારે બીજા રાજ્યમાંથી આવે છે. બીજા રાજ્યમાંથી આવતા શાકભાજીને ગરમીને કારણે રાજકોટ પહોંચે ત્યાં સુધીમાં અડધો-અડધ બગડી જાય છે. હજુ સુધી જુલાઇ સુધી ભાવ ઉંચા જ રહેશે. તેમ યાર્ડના ઈન્સ્પેક્ટર કનુભાઈ ચાવડાએ જણાવ્યું છે. શાકભાજીના ઉંચા ભાવને કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.