સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદના NSS વિભાગ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદના NSS વિભાગ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદના એનએસએસ વિભાગ દ્વારા આજરોજ કારગીલ વિજય દિવસની ઉજવણી કોલેજ પરિવારના સભ્યો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય તેમજ NSS યુનિટ ૧ ના પ્રોગ્રામ ઓફિસર શ્રી ભાવિક ચાવડા દ્વારા કારગીલ વિજય દિવસ ઉજવણીના ભાગ રૂપે કારગીલ વિજય દિવસના ઇતિહાસ પર રસપ્રદ વ્યાખ્યાન પોતાની આબેહૂબ શૈલીમાં રજૂ કર્યું. તેઓ દ્વારા કંઈ રીતે પાકિસ્તાન સૈન્ય LOC ક્રોસ કરી ભારતની અલગ અલગ ઘાટીઓ પર પોતાનું આક્રમણ કર્યું, ભારતના સૈન્યને ક્યારે જાણ થઈ, કંઈ રીતે પાકિસ્તાનને ભારતના સૈન્ય દ્વારા કપરી પરિસ્થિતિમાં પણ વળતો જવાબ આપી ૨૬ જુલાઈ ૧૯૯૯માં વિજય મેળવ્યો તેના વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી. આ વ્યાખ્યાનમાં અંતે કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને રાષ્ટ્રગાન કરી કાર્યક્ર્મ પૂર્ણ જાહેર કરાયો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા NSS બીજા યુનિટની પ્રોગ્રામ ઓફિસર મુકેશ રબારી તેમજ દ્રશ્ય શ્રાવ્ય વિભાગના શ્રી કે.કે.કટારીયા, લક્ષ્મણ ભાઈ તથા NSS સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
*અહેવાલ.ધર્મેશ જોષી થરાદ/ બનાસકાંઠા*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.