ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામા આવ્યું. - At This Time

ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામા આવ્યું.


ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામા આવ્યું.

ધરોઈ ડેમના આજે એક દરવાજો 3 ફૂટ ખોલવામાં આવ્યો છે અને ૪૦૦૦(ચાર હજાર) કયુસેક પાણી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે.

ધરોઇ ડેમમાં બનાસકાંઠા જિલ્લા, મહેસાણા જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે પાણીની આવકમાં નોંધ પાત્ર વધારો થવા પામેલ છે.

ધરોઇ ડેમ ૮૬.૩૩% (એલર્ટ સ્ટેજ) આગામી સમયમાં પાણીની આવકને આધિન આજે તા.૩૦/૦૭/૨૦૨૩ના રોજ બપોરે 2 :૦૦ કલાકે ૪૦૦૦(ચાર હજાર) કયુસેક પાણી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે.

તો આ બાબતે આપના વિસ્તારના ધરોઇ ડેમના અસરગ્રસ્ત ગામોમાં તથા સાબરમતી નદી કિનારાના ગામોમાં સાવચેત કરવા તેમજ તકેદારી રાખવા. અસરગ્રસ્ત ગામોના લોકોને સાવચેત કરવા માં આવ્યા હતા.

જરૂર જણાયે સ્થળાંતરની કામગીરી હાથ ધરવા તેમજ સંબધિત ગામના તમામ તલાટી કમ મંત્રીશ્રી, રેવન્યુ તલાટીશ્રીઓને ગામે હાજર રહેવા આપની કક્ષાએથી સુચના અપાઇ હતી.

તેમજ સંબંધિત મામલતદારશ્રીએ તેમના તાલુકાના અસરગ્રસ્ત ડેમોના સતત સંપર્કમાં રહી પાણીની આવક જાવક ની વિગતો મેળવી તકેદારીના તમામ પગલા લેવા તાકિદ કરવામાં આવ્યા છે

બ્યુરો રિપોર્ટ : સંજયસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.