રાજકોટમાં બપોરે અઢી કલાકે જ 42 – ડિગ્રી તાપમાન
રાજકોટમાં હિટવેવનાં પગલે છેલ્લા ત્રણેક દિવસથી સૂર્યદેવતા સતત આગ ચોકી રહ્યા છે.ત્યારે આજરોજ બપોરે 2.30 કલાકે જ રાજકોટનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જતા નગરજનો શોકાઈ જવા પામ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ રાજકોટનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર થઈ ગયું હતું. ત્યારે આજે અઢી કલાકે જ 42 ડિગ્રી તાપમાન થઈ જતા મહત્તમ તાપમાનનું 43 ડિગ્રી નજીક પહોંચી જવાની ધારણા છે.
દરમ્યાન આજે બપોરે હવામાં ભેજ 18 ટકા રહ્યો હતો. અને પવનની ઝડપ 8 કી.મી.પ્રતિકલાક રહેવા પામી હતી.જયારે આજરોજ સવારે 8.30 કલાકે રાજકોટનું તાપમાન 28.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી નોંધાયું હતું.તથા સવારે હવામાં ભેજ 42 ટકા રહ્યો હતો. અને પવનની સરેરાશ ઝડપ 8 કી.મી.રહેવા પામી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
