પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના શ્રી શૈલેષભાઈ ગોહિલને બઢતી મળતાં વિદાયમાન અપાયું-અધિકારીઓ અને કર્મચારીઓએ સંસ્મરણો વાગોળી બઢતી બદલ શુભેચ્છાઓ પાઠવી - At This Time

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના શ્રી શૈલેષભાઈ ગોહિલને બઢતી મળતાં વિદાયમાન અપાયું-અધિકારીઓ અને કર્મચારીઓએ સંસ્મરણો વાગોળી બઢતી બદલ શુભેચ્છાઓ પાઠવી


રાજકોટ તા. ૧૩ જૂન - પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સહાયક અધિક્ષક તરીકે કાર્યરતશ્રી શૈલેષભાઈ ગોહિલને જિલ્લા માહિતી કચેરી, મોરબી ખાતે અધિક્ષક તરીકે બઢતી મળતાં સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેષભાઈ મોડાસિયાના અધ્યક્ષસ્થાને તેમનો વિદાયમાન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં શ્રી શૈલેષભાઈ ગોહિલને શ્રીફળ આપીને તથા શાલ ઓઢાડીને અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેષભાઈ મોડાસિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં 'કાર્યનિષ્ઠાને વરેલા માણસ' તરીકે તેમની વહીવટી કામગીરીને બિરદાવી હતી. તેમજ નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંતભાઈ ત્રિવેદી, સહાયક માહિતી નિયામકશ્રીઓ (સંપાદન) સોનલબેન જોશીપુરા અને પ્રિયંકાબેન પરમાર તથા શ્રી રઝાકભાઈ ડેલા અને કર્મચારીઓએ તેમનાાકાર્યકાળ દરમ્યાનના યાદગાર સંસ્મરણો વાગોળીને બઢતી મળવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
નોંધનીય છે કે શ્રી શૈલેષભાઈ રાજકોટ, ઉના, સુરેન્દ્રનગર, જૂનાગઢની કચેરીઓમાં સેવક, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને સહાયક અધિક્ષક તરીકે ઉત્તરોત્તર પ્રગતિ સાથે જાહેરખબર, પત્રકારો સાથે લાયેઝનિંગ સહિતની ફરજ ૩૨ વર્ષથી સુપેરે નિભાવી રહ્યાં છે. આ કાર્યક્રમનું સંચાલન કેમેરા ઓપરેટરશ્રી કેતનભાઈ દવેએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. આ તકે કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.