"ગીર સોમનાથજિલ્લા પ્રા. શિક્ષણ અધિકારી સામે ગેરરીતિઓ આચર્યા નાં ગંભીર આક્ષેપો સાથે ઊના ના સામાજિક કાર્યકર રસિક ચાવડા ની ઉચ્ચકક્ષાએ તપાસની માંગ." - At This Time

“ગીર સોમનાથજિલ્લા પ્રા. શિક્ષણ અધિકારી સામે ગેરરીતિઓ આચર્યા નાં ગંભીર આક્ષેપો સાથે ઊના ના સામાજિક કાર્યકર રસિક ચાવડા ની ઉચ્ચકક્ષાએ તપાસની માંગ.”


ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લાજવાને બદલે ગાજ્યા

જાગૃત નાગરિકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી વિરૂદ્ધ ફરિયાદ કરતા અરજદારને ફોન કરી તે મારા વિરૂદ્ધ ફરિયાદ કરી છે હવે આપણે કોર્ટમાં મળીશું

ઉના તાલુકાના યુવા આગેવાન અને સામાજિક કાર્યકર્તા રસિક ચાવડાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અંગે રાજ્યના મુખ્ય મંત્રીને લેખિત રજુઆત કરવામાં આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અરજદારને ફોન કરી કહ્યું આપણે કોર્ટમાં મળીશું.

ઉનાના સામાજિક આગેવાન રસિક ચાવડાએ જણાવ્યું હતુ કે ગીર સોમનાથ જિલ્લામાં હાલના જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી અને નાયબ જિલ્લા શિક્ષણઅધિકારી નિમણૂક થયા બાદ ખૂબ જ ગંભીર પ્રકારના કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ અધિકારી ની નિમણુંક થયા બાદ જે પણ કેસો હોય તે કેશો ની પુનઃ તપાસ કરવામાં આવે તેમજ આ બંને અધિકારીની નિમણૂક બાદ ઉના તાલુકાના શહેરી વિસ્તારમાં રામનગર પ્રાથમિક શાળામાં ખોટી સહીઓ કરી પૂર્વ આચાર્ય દ્વારા ગેરરીતિ આચરવામાં આવેલ હતી.

તેની તપાસ કરવામાં આવી હતી પરંતુ જિલ્લા કક્ષાએથી યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી તેમાં પણ ભીનું સંકેલાઈ ગયું હોય તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ( કે જી બી વી) ઉના અર્બન માં વોર્ડન દ્વારા નોડલ પર્શન ની ટી.એ.બિલમાં ખોટી સહી કરી ગેરરીતિ આચારવામાં આવી હોય અને તેમાં ફરિયાદ પણ થયેલ છે પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવેલ નથી અને ભીનું સંકેલી લેવામાં આવ્યું હોય અને નાણાંકીય ગેરરીતિ કરનાર કર્મચારીને જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા છાવરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે

આ ઉપરાંત રસિક ચાવડાએ વધુમાં જણાવ્યું હતુ કે જિલ્લામાં સ્પેશિયલ ટ્રેનીંગ પ્રોગ્રામ,વિદ્યાર્થી પરિવહન યોજના, તંબુ શાળાઓની તપાસ થાય,તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા, મંજૂર કરેલ બજેટ, વપરાશ થયેલ બજેટ અનુદાનની રકમ વગેરેની તપાસ કરવામાં આવે તો મોટો ભષ્ટ્રાચાર બહાર આવવાની શક્યતાઓ છે.

તેમજ ગીર સોમનાથ જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સેલન્સમાં ચૂકવેલ નાણા અને પ્લાન એસ્ટીમેટ મુજબ કામ થયેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવે. ગીર સોમનાથ જિલ્લાની તમામ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ( કે જી બી વી) નાણાકીય તપાસ, ઓડિટ રિપોર્ટની પુનઃ તપાસ કરવામાં આવે ભોજન, કન્ટીજન્શી ખર્ચ, વાઉચર અને ઉના તાલુકા બીઆરસી ભવન નિર્માણ,તેમાં થયેલ ખર્ચ અને બાંધકામ કમ્પ્લીશન સર્ટીફીકેટ મળ્યા બાદ તેમાં થયેલ ખર્ચ અને બિલ મૂકેલા છે તે મુજબ ખર્ચ થયેલ છે કે કેમ સહિતની તપાસ કરવામાં આવે.તેમજ વધુમાં જણાવ્યું છે કે કચેરીમાં મોટા પાયે,ભ્રષ્ટાચાર થતો હોય તેવી આશંકા સેવાઈ રહી છે સહિતના આક્ષેપો કરવામાં આવેલ છે
આ અધિકારીઓ એ જ્યાં જ્યાં નોકરી કરી હોય ત્યાં પણ તપાસ કરવામાં આવે અને ગીર સોમનાથ જિલ્લા ના તમામ તાલુકાની તપાસ કરવામાં આવે તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવી શકે એવી આશંકા છે. ત્યારે આ અધિકારીઓ,કર્મચારીઓની આવકની અને આવકની સામે મિલકતની તપાસ થાય.

ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રીને લેખિત રજુઆત કરી આ અંગે ગાંધીનગર કક્ષાએ થી પ્રમાણિક અધિકારીઓની ટીમ બનાવી આ બંને અધિકારીઓ સામે તપાસ કરવામાં આવે અને બાળકોના શિક્ષણના નામે ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરનાર અધિકારી, કર્મચારી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી તેવી અંતમાં માંગણી કરવામાં આવી છે

"સામાજિક આગેવાન રસિક ચાવડાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરૂદ્ધ સીએમ કાર્યાલય માં ફરિયાદ કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અરજદારને ફોન કરી કહેલ કે તમે મારા વિરૂદ્ધ કેમ રજુઆત કરી છે આવું કહી અંતમાં કહેલ કે હવે આપણે કોર્ટમાં મળીશું. ત્યારે આ સરકારમાં રજુઆત કરનારને પણ આ અધકરીઓ ફોન કરી દબાવતા હોય છે તો હવે જાગૃત નાગરિકોએ અધિકારીઓ વિરુદ્ધ રજુઆત કરવી કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે."


9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.