ગેરકાયદે બાંધકામો કરનારાઓ સામે બે વર્ષ બાદ આકરી કાર્યવાહી, 26ને જગ્યા ખાલી કરવા આદેશ
રાજકોટ શહેરના વેસ્ટ ઝોનમાં આવેલી જયકિશન સ્કૂલને 260(2) એટલે કે ગેરકાયદે બાંધકામની આખરી નોટિસ અપાઈ હતી. જોકે એક વર્ષ બાદ પણ ડિમોલિશન ન કરાયું હવે મનપા તે શાળાને તોડી પાડવા માટે આગળ આવી છે. વેસ્ટ ઝોનમાં આવા એક બે નહિ પણ 60થી વધુ ગેરકાયદે બાંધકામોને 260(2)ની નોટિસ પૂર્વ ઈન્ચાર્જ ટીપીઓ મનસુખ સાગઠિયાના કાર્યકાળમાં અપાઈ હતી પણ બે-બે વર્ષથી કોઇ કાર્યવાહી જ નથી થઈ. આ તમામના નામ અને સરનામા મેળવીને જાહેર કર્યા હતા. જેથી ખ્યાલ આવે કે સાગઠિયા સાથે ક્યા ક્યા બિલ્ડરો, ઈજનેરો અને વ્યવસાયિક એકમોને ગાઢ સંબંધ હતા કે જેથી ડિમોલિશન થયું નથી. આ લિસ્ટ જાહેર થયાના કલાકોમાં જ વેસ્ટ ઝોનમાંથી 26 દબાણને એક જ સપ્તાહમાં દૂર કરવા, સામાન ફેરવવાની નોટિસ આપી છે ત્યારબાદ ડિમોલિશન હાથ ધરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.