જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં રહેલ આરોપીને મળવા નહીં દેતા જાહેર રોડ ઉપર ગાળા ગાળી કરી જાહેર સુલેહ શાંન્તીનો ભંગ કરી, લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર ગુનાહિત ઇતીહાસ ધરાવતા ચાર ઇસમોની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી જેતપુર સીટી પોલીસ.
અટક કરેલ આરોપીઓ:-
(૧) જીતેન્દ્રભાઈ કાન્તીભાઈ સોંદરવા, રહે. ધરાનગર, ખોડીયાર ગરબી ચોક, જુનાગઢ.
(૨) પરેશભાઇ ઉર્ફે જાડો ભરતભાઈ સોંદરવા, રહે. વેલનાથ શેરી, કડીયાવાડ, જુનાગઢ.
૩) મીતભાઇ જગદીશભાઈ સોંદરવા, રહે. લક્ષ્મીનગર-૦૨, આલ્ફા સ્કુલની પાસે, મોતીબાગ, જુનાગઢ. ૪) માનવભાઇ મંગલસિંગ ગોહેલ, રહે. બ્લોક નં. ૨૦૩, વસુંધરા એપાર્ટમેન્ટ, વાવડી ગામ, રાજકોટ.
(૪) માનવભાઈ મંગલસિંગ ગોહેલ, રહે. બ્લોક નં. ૨૦૩, વસુંધરા એપાર્ટમેન્ટ, વાવડી ગામ, રાજકોટ.
તા.૧૮/૧૦/૨૦૨૪ પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાંથી પોલીસ સ્ટેશન ખાતે આવતા હતા તે વખતે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના ગેઇટ પાસે જાહેર રોડ ઉપર FRONX ફોર વ્હીલ રજી નં. GJ-03- NF-7857 વાળી જાહેર રોડ ઉપર રાહદારીને અડચણ થાય તે રીતે ફોર વ્હીલ કાર રાખી ચાર ઇસમો રાત્રીના સમયે જુનાગઢથી આવેલ હોય અને તેઓ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના લોકઅપમાં રહેલ આરોપીને મળવાની ખોટી જીદ કરેલ. પરંતુ જેતપુર સીટી પો.સ્ટે.ના
મહિલા પોલીસ સ્ટેશન ઓફીસરએ આવી મુલાકાત નહીં કરવા દેતા અડધા કલાક સુધી પોલીસ સ્ટેશનના મુખ્ય ગેઈટની સામે પોતાના કબ્જાની ફોર વ્હીલ કાર રાહદારીને અડચણરૂપ મુકી, જાહેરમાં ગાળા ગાળી બોલવા લાગેલ. બાદ જેતપુર સીટી પોલીસ દ્વારા તેઓને સમજાવી, જતા રહેવા કહેતા, તેઓ ગેયેલ નહીં. અને અસભ્ય વર્તન ચાલુ રાખેલ. બાદ જરૂરી પોલીસ ફોર્સ બોલાવી આ ચારેય ઇસમોની વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અહેવાલ આશિષ પાટડીયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.