માળીયા તાલુકાના દુધાળા પાસે આવેલ વ્રજમીડેમ નું રૂરલ લેવલ જાળવવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવશે
માળીયા હાટીના તાલુકાના વ્રજમી ડેમનું રૂરલ લેવલ પાણી જાળવવા માટે આજે રાત્રીના 10 કલાકે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવા આવશે તેથી વ્રજમી ડેમ નીચે આવતા ગામો જેમ કે નાની ધનેજ, મોટી ધનેજ, કડાયા, વાંદરવડ, દુધાળા, વડીયા, સરકડીયા, ઇટાળી, ઝડકા, સમઢીયાળા, ગડુ , વિસનવેલ સહિતના 12 ગામોના લોકો ને નદીના પટમાં અવર જવર કરવી નહીં તેમજ માલઢોર જવા દેવા નહિ તેવી સાવચેતી રાખવા ડેમના ફરજના અધિકારી વી.વી.પરાલિયા , માળીયા હાટીના પીએસઆઇ બી કે ચાવડા સહિતના અધિકારીએ યાદી જણાવેલ છે. આ તકે તંત્ર પણ ખડેપગે કામગીરી કરી રહ્યું છે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.