અટલ બિહારી વાજપેયીના જીવન ચરિત્ર વિશે જાણો - At This Time

અટલ બિહારી વાજપેયીના જીવન ચરિત્ર વિશે જાણો


અટલ બિહારી વાજપેયીના જીવન ચરિત્ર વિશે જાણો

અટલ બિહારી વાજપેયીનો જન્મ 26 ડિસેમ્બર 1924 ના રોજ ગ્વાલિયરમાં થયો હતો . ગ્વાલિયર - મધ્ય પ્રદેશમાં કૃષ્ણબિહારી વાજપેયીને ત્યાં જન્મેલા અટલબિહારી વાજપેયી કવિ હૃદય ધરાવતાં વ્યક્તિત્વ છે અને આ કવિ હૃદય તેમને વારસામાં તેમના પિતાથી મળ્યું છે , કારણ કે કૃષ્ણબિહારી વાજપેયી પણ અધ્યાપક અને કવિ હતાં . અટલ બિહારી વાજપેયી.ના શબ્દોમાં એવો જાદું હતો કે લોકો તેમને સાંભળતા મંત્રમુગ્ધ થઈ જતા હતા . 10 વખત લોકસભામાં અને બે વખત રાજ્યસભામા ચૂંટાયેલા વાજપેયી રાજકારણી કરતાં રાજનીતિજ્ઞ તરીકે વધુ જાણીતા બન્યા . તેમણે માત્ર એક સારા રાજકીય નેતા તરીકે જ નહીં પરંતુ એક સારા કવિ તરીકે પણ ખુબ પ્રસિદ્ધિ મેળવી છે . તેમણે એક શાનદાર વક્તા સ્વરૂપે લોકોના મન પણ જીત્યા છે . વાજપેયી ભારતના 11 માં પ્રધાનમંત્રી બન્યા . પહેલા તેઓ 1996 માં 13 દિવસો માટે પ્રધાનમંત્રી બન્યા અને પછી ત્યારબાદ 19 માર્ચ 1998 થી લઈને 19 મે 2004 સુધી સત્તાની ડોર પ્રધાનમંત્રીના રૂપમા તેમના હાથમાં રહી . અટલ બિહારી વાજપેયી 1942 માં રાજનીતિમાં આવ્યા જ્યારે તેમની તેમના ભાઈ પ્રેમની સાથે ભારત છોડો આંદોલન દરમિયાન 23 દિવસો માટે ધરપકડ કરવામાં આવી હતી . ડિસેમ્બર 2005 માં વાજપેયીજીએ રાજનીતિમાથી સંન્યાસ લઈ લીધો હતો . વાજપેયીજી 9 વાર લોકસભા માટે બે વાર રાજ્ય સભા માટે પસંદગી પામ્યા . મોરારજી દેસાઈની કેબિનેટમાં તેમણે વિદેશ મંત્રીનુ પદ પણ સંભાળ્યુ . બીજેપીની રચના કરનારાઓમાં એક નામ અટલ બિહારી વાજપેયીનુ પણ છે .૧૯૭૭ માં મોરારજીભાઈ દેસાઈ વડા પ્રધાન બન્યા તે વખતે અટલ બિહારી વાજપેયી વિદેશમંત્રી બન્યા હતા . જયારે તેઓ વડા પ્રધાન હતા તે વખતે તેમણે લીધેલા એક - બે બાબતના નિર્ણયોની ખૂબ જ દૂરગામી અસર થાય તેવી બાબતો હતી અટલ બિહારી વાજપેયીનું 2018 માં 94 વર્ષની વયે નિધન થયુ હતુ . 25 ડિસેમ્બર , 2014 માં એમને ‘ ભારત રત્ન ’ ખિતાબથી નવાજવામાં આવ્યા . જ્યારે 25 ડિસેમ્બર , 2015 થી તેમનાં જન્મદિવસને ‘ ગુડ ગવર્નન્સ ડે ’ તરીકે જાહેર કરવામાં આવે છે .

Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.