વરસાદમાં યુનિ.નું સર્વર ફેલ, બે વખત સમય બદલ્યો, પરીક્ષા એક કલાક મોડી - At This Time

વરસાદમાં યુનિ.નું સર્વર ફેલ, બે વખત સમય બદલ્યો, પરીક્ષા એક કલાક મોડી


43,281 પરીક્ષાર્થી; છાત્રો 1.30 કલાકે આવી ગયા, પરીક્ષા 3.30 કલાકે શરૂ થઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.એ., બી.કોમ. સહિતના જુદા જુદા 15 કોર્સના 43 હજાર વિદ્યાર્થીની ગુરુવારથી પરીક્ષા શરુ થઇ છે જેમાં ગુરુવારે બપોરના સેશનમાં 2.30 કલાકે જે પરીક્ષા શરૂ થવાની હતી તેના પેપર ઈ-મેલથી મોકલવામાં સર્વરની સમસ્યા થવાને કારણે 1 કલાક પરીક્ષા મોડી શરૂ થતા વિદ્યાર્થીઓમાં પણ રોષ ફેલાયો હતો. બપોરે 2.30 કલાકે જે પરીક્ષા શરૂ થવાની હતી તેના માટે વિદ્યાર્થીઓ એક કલાક વહેલા 1.30 કલાકે કેન્દ્ર પર પહોંચી ગયા હતા, પરંતુ તે સર્વરમાં ખામી હોવાને કારણે એક કલાક મોડી 3.30 કલાકે શરૂ થઇ હતી. જે કોલેજોમાં પરીક્ષા લેવાની હતી તેના સંચાલકોને ઈ-મેલ કરીને બે વખત પરીક્ષાનો સમય બદલાયો હતો. પહેલા 2.30ને બદલે 3 કલાકે પરીક્ષા શરૂ થવાનો મેલ મોકલાયો, બાદમાં ફરી 3 કલાકને બદલે 3.30 કલાકે પરીક્ષા શરૂ થવાનો મેલ કરાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.